BHARUCHVALIA

હાલ ગુજરાત માં ઠેર ઠેર ક મોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા માં બોપર બાદ વાતાવરણમાં પલટો આવતાં મેઘ રજા એ ભારે બેટિંગ કરી હતી

     હાલ ગુજરાત માં ઠેર ઠેર ક મોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા માં બોપર બાદ વાતાવરણમાં પલટો આવતાં મેઘ રજા એ ભારે બેટિંગ કરી હતી

ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્ય માં હાલ ક મોસમી વરસાદ વરસી રહીયો છે, ત્યારે આજ રોજ બોપર બાદ વાલીયા તાલુકા માં ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થઈ ઉઠ્યા હતા. ગુરુવારે બપોરે વાલીયા નગર માં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોની ફોજ આકાશમાં ચડી આવી હતી. જોતજોતામાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું.

હાલ રાજ્ય માં ઉનાળા ઋતુ ચાલતી રહી છે, ત્યારે ભારે ગરમી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતા માં મુકાઇ ગયા છે. કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે. લગભગ કલાક સુધી વરસાદ વરસતા નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. વરસાદને પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી જવા પામી હતી ત્યારે નગર જનો એ ભર ગરમી માં વરસાદ ની મજા માણી હતી.

રિપોર્ટર,સતિષભાઈ દેશમુખ, વાલીયા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!