BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: ભોલાવ એસટી ડેપોના પાછળના ભારે ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ..

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ એસ.ટી. ડેપોના પાછળના ભાગે આવેલા ટાયર પ્લાટના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા હડકંપ મચી ગયો હતો. ટાયરમાં લાગેલી આગના કારણે આકાશમાં ઘનઘોર કાળા ધૂમાડાના ગોટાં નજરે પડ્યા હતા.

આ ઘટનાની જાણ થતા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીના મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.પાલિકા ત્રણ અને બે જીએનએફસીના ફાયર ફાઇટરોએ દોડી આવી 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના દરમિયાન કોઈ જાનહાનિ ન થતા કામદારો સહિત તમામએ રાહતનો શ્વાસ લીધો હતો. જેમાં ટાયર પ્લાન્ટના ગોડાઉનમાં રહેલા અંદાજીત 170 ટાયરો બળીને રાખ થઈ ગયા હતા. આગની જાણ થતા જ મામલદાર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!