હેવાનિયત સામે માસૂમિયતની હાર: ગુજરાતની નિર્ભયાનું 8માં દિવસે મોત, 16મીએ દુષ્કર્મ થયા બાદ પીડિતા ક્યારેય ભાનમાં જ ન આવી
સમીર પટેલ, ભરૂચ
આરોપી વિજય પાસવાનને 5 દિવસની પોલીસ કસ્ટડી પૂર્ણ થતાં અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરાયો
આરોપીના પોટેન્સી અને અન્ય 3 મેડિકલ ટેસ્ટ થશે
સળિયા સિવાય પીડિતા પર અન્ય કોઈ ચીજથી હુમલો કરાયો હતો આ અંગે પણ તપાસ કરાશે
ઘટના બાદ આરોપીએ કરેલા ફોન કોલ્સનું CDR પણ ચેક કરાશે
ઘટના બાદ અન્ય આરોપીઓની મદદ લેવામાં આવી કે નહીં તેની પણ તપાસ થશે
રેપની તપાસ કરી રહેલી SITએ વધુ 10 દિવસના રિમાન્ડ માંગ્યાતા
ઝઘડિયા દુષ્કર્મમાં દીકરી નિર્ભયા 7 દિવસની સારવાર બાદ જિંદગી હારી ગઈ છે. વડોદરા SSG માં સોમવારે સાંજે તેને અંતિમ શ્વાસ લીધો હતો. બીજી તરફ ચકચારી દુષ્કર્મના મામલામાં નરાધમ આરોપીને સોમવારે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભરૂચમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલામાં નરાધમ આરોપી વિજય પાસવાનના આજરોજ 5 દિવસના રીમાન્ડ પૂર્ણ થતા તેને પોલીસે અંકલેશ્વરના એડિશનલ ડીસ્ટ્રીકટ સેસન્સ જજની કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તેની સામે કોર્ટે આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સમગ્ર પ્રકરણમાં આરોપીનો Potency Test પણ કરાવશે. સાથે બીજા 2 મેડિકલ ટેસ્ટ પણ કરાશે. બાળકીને ઈજા પહોંચાડવા માટે લોખંડના સળિયા ઉપરાંત અન્ય કોઈ તીક્ષણ હથિયારનો પણ ઉપયોગ કરાયો હોવાની શંકા સેવાઈ રહી છે. જેની પણ વધુ 7 દિવસના રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવશે.
આરોપીએ ઘટના બાદ મોબાઈલ પરથી ફોન કોલ્સ કર્યા હતા જેમાં CDR મેળવી તપાસ થશે. મદદગારીમાં અન્ય કોઈ મદદગારો હતા કે નહીં SIT તેની પણ તપાસ કરશે. બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં 10 વર્ષની નિર્ભયા સારવારના 7માં દિવસે જિંદગી સામેની જંગ હારી ગઈ છે.
હવે વૈશી વિજય પાસવાન સામે હત્યાનો ગુનો પણ દાખલ થશે. ત્યારે એક ફૂલ જેવી માસૂમ દીકરી સાથે બરબરતાપૂર્વક દુષ્કર્મમાં તેનું મૃત્યુ થતા નરાધમને ફાંસીની સજાની પોકારો પણ બુલંદ થઈ રહી છે.
અગાઉ જ ભરૂચ જિલ્લા વકીલ મંડળે આરોપી તરફે કેસ નહિ લડવાની જાહેરાત કરી હતી જે બાદ જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ બી. પંડ્યાએ આ કેસમાં તેઓ ફી નહિ લે તેવી જાહેરાત કરી ચુક્યા છે.