BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચ કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા ફટકારી:ચેકની બમણી રકમનો દંડ પણ ફટકાર્યો, રૂ. 6 લાખનો ચેક “એકાઉન્ટ બ્લોક”ના શેરા સાથે પરત ફર્યો હતો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપી મુકેશ જયેન્દ્રભાઈ ચોકસીને દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે તેમને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ બે વર્ષની સાદી કેદ અને ચેકની બમણી રકમનો દંડ કર્યો છે.
આ કેસ ગોલ્ડના વ્યવહાર સંબંધિત હતો. આરોપી મુકેશ ચોકસીએ ફરિયાદીને રૂ. 6 લાખનો ચેક આપ્યો હતો, જે “એકાઉન્ટ બ્લોક”ના શેરા સાથે પરત ફર્યો હતો.
ફરિયાદી વતી એડવોકેટ ચંદ્રકાંત ચાલીસ હજારવાળાએ કોર્ટમાં દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા, જ્યારે આરોપી પક્ષ કોઈ પુરાવો રજૂ કરી શક્યો ન હતો.
કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે, જો દંડની રકમ ભરવામાં ન આવે તો આરોપીને વધુ છ માસની સાદી કેદ ભોગવવી પડશે. આ કેસમાં અન્ય બે આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.




