BHARUCH

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને સ્વેટર, બિસ્કિટ, ચોકલેટનું વિતરણ કરાયું

સમીર પટેલ, ભરૂચ

પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના પ્રયાસથી હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા – સુરત અને કે.એમ. ચોકસીના ચેરમેન કેસરીમલ શાહના સહયોગથી શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા બાળકોને સ્વેટરની સાથે પૌષ્ટિક બિસ્કિટ, ચોકલેટની પણ સહાય પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે દાતાશ્રીનું શાળાના મદદનીશ શિક્ષક નરેશભાઈ અને જનકભાઈ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કે.એમ.સી.જવેલર્સ પરિવારના દીપકભાઈ આહુજા,આશિષભાઈ વસાવા, સહેજાદભાઈ શેખ ખાસ ઉપસ્થિત રહી બાળકોને કીટ વિતરણ કરવામાં સહભાગી બન્યા હતા.ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ નવનીતભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ હેમલતાબેન સલાટ, આંગણવાડી કાર્યકર હેમલતાબેન પટેલ, મીનાક્ષીબેન પટેલ, મધ્યાહન ભોજન પરિવાર આશાબેન પટેલ, સુમનબેન પટેલ વિશેષ હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.બાળકોને સહાય મળતા બાળકોના ચેહરા પર અનેરી ખુશી જોવા મળી હતી.અંતે આભારવિધિ શાળાના આચાર્ય નિલેશભાઈ ડાહ્યાભાઈ સોલંકીએ કરી હતી.

Back to top button
error: Content is protected !!