MORBI:સંગમ યુવા ગ્રુપ મોરબી દ્વારા દ્વિતીય વર્ષે માતાના મઢ કચ્છ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

MORBI:સંગમ યુવા ગ્રુપ મોરબી દ્વારા દ્વિતીય વર્ષે માતાના મઢ કચ્છ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
માં આધશક્તિની આરાધનાના મહાપર્વ સમાન નવરાત્રી નજીક આવતા નવરાત્રી નિમિત્તે કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાજી ના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય જેથી લોકો દુર દુરથી સેંકડો લોકો પગપાળા ચાલીને માતાજીના દરબારમાં શીશ ઝુકાવા જાય છે ત્યારે પદયાત્રી સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ 12/09/2025 થી ઉમા રિસોર્ટ ની બાજુમાં,જુના RTO ની સામે, મોરબી ખાતે શુભારંભ થશે.
જેમાં પદયાત્રીઓ માટે ચા-પાણી, સરબત, નાસ્તો, રહેવા, મેડિકલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનો લાભ લેવા સંગમ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓને વિનંતી કરીએ છીએ. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો. સંદિપસિંહ જાડેજા-8347299946,
વિશ્વરાજસિંહ જાડેજા-8306914014, શક્તિસિંહ ઝાલા-96875 35939, શિવાંગભાઈ નાનક-9925565508









