BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા “સહકારીતા” અંગેની તાલીમનું જે.એસ.એસ. ભરૂચ ખાતે આયોજન કરાયુ.

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા યુવાશકિતમાં સહકારીતાની ભાવના કેળવાય અને સહકારની યોજનાઓ અંગે માહિતી પ્રાપ્ત કરી શકાય તે હેતુથી જન શિક્ષણ સંસ્થાન ભરૂચની તાલીમાર્થી બહેનોને એક સપ્તાહ માટે તાલીમનું આયોજન કરાયું છે. આજે આ તાલીમનું શુભ ઉદઘાટન ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્કના કન્સલટન્ટ ઓફિસર શ્રી રજનીકાંન્ત પી રાવલનાં હસ્તે કરાયું. આ કાર્યક્રમમાં જે.એસ.એસના નિયામકશ્રી ઝ્યનુલ સૈયદ, ડિસ્ટ્રીકટ કો.ઓ.બેન્કનાં સેક્રેટરી શ્રી સતિષભાઈ ચૌઘરી તેમજ પી.આર.ઓ શ્રી સુરેન્દ્રસિંહ પી ગોહિલ અને તજજ્ઞ શ્રીમતિ મમતાબેન ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. હાલ સ્વચ્છ્તા પખવાડિયું ચાલતું હોય કાર્યક્રમનાં અંતે સૌ પ્રતિભાગીઓએ સ્વચ્છતાના સપથ લીધા હતા.

Back to top button
error: Content is protected !!