BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભરૂચ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્ય કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવાયું
__________
ઝઘડિયા તા.૯ ઓગસ્ટ ‘૨૪
_________
આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભરૂચ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા,ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ વાસદીયા,ઝઘડિયા ભાજપા અગ્રણી પ્રકાશ દેસાઇ,જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા,ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા,નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા,રાજપારડીના સરપંચ કાલિદાસ વસાવા,ઝઘડિયા પ્રાન્ત અધિકારી,મામલતદાર,જિલ્લા વિકાસ અધિકારી જોષી સહિત તાલુકા જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ શાળાઓના વિધ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક દેખાડતા લોકનૃત્યો રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક વકતવ્યોમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવી તેજ આદિવાસી દિવસની સાચી ઉજવણી,એમ જણાવીને પર્વતોની ડુંગરમાળામાં પાંગરેલી આદિવાસી સંસ્કૃતિને ધબકતી રાખવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સુવિધાઓ અને શિષ્યવૃત્તિનો લાભ આદિવાસી વિધ્યાર્થીઓ લઇ રહ્યા હોવાની વાત રજુ કરવામાં આવી હતી.આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી હોવાનું જણાવાયું હતું. આજે આદિવાસી વિધ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્યમાં મોટી સંખ્યામાં શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરવામાં આવ્યું છે.અને રાજ્યમાં હજારો આદિવાસી પરિવારોને જમીનના હક મળ્યા છે.આ પ્રસંગે પ્રગતિશીલ આદિવાસી ખેડૂતો,રમતવીરો તેમજ શ્રેષ્ઠ દેખાવ કરેલ વિધ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્ય કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીનું જીવંત પ્રસારણ સહુએ નિહાળ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના વિવિધ વિકાસ કામોનુ ખાતમુહુર્ત તેમજ ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં કુંવરબાઇનુ મામેરું યોજનાના લાભાર્થીઓને તેમજ માનવ ગરિમા યોજનાના લાભાર્થીઓને વિવિધ ધંધાકીય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજ્ય કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આદિવાસી ભાઇબહેનોને આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવીને વધુમાં જણાવ્યું હતું કે આજે પણ આદિવાસી સમાજે પોતાની પ્રાચિન પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી છે તે બાબત સાચેજ ગૌરવવંતી હોવાનું જણાવ્યું હતું. જ્યારે વનબંધુ યોજના હેઠળ આદિવાસીઓને વિવિધ હક તેમજ લાભ મળ્યા હોવાનું જણાવાયું હતું.અંતમાં ઝઘડિયાના પ્રાન્ત અધિકારીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સહુનો આભાર માન્યો હતો.

ઈરફાન ખત્રી
રાજપારડી

Back to top button
error: Content is protected !!