BHUJGUJARATKUTCH

અદાણી ગ્રીનની ઇકવીટીમાં પ્રમોટર્સ રુ.૯,૩૫૦ કરોડનું રોકાણ કરશે.

૨૮-ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

કચ્છના ખાવડામાં દુનિયાના સૌથી મોટા સોલાર પાર્કને.હકિકતમાં પલટાવવા આ ભંડોળથી પોલાદી તાકાત મળશે.

મુન્દ્રા કચ્છ : – ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી વિકાસકાર અદાણી ગ્રીન એનર્જી લિ. (“AGEL”),એ કરેલી જાહેરાતમાં જણાવ્યું છે કે AGELના બોર્ડ ઓફ ડિરેક્ટર્સએ કંપનીના પ્રમોટર્સને રુ. 9,350 કરોડ ( USD 1,125 મિલિયન સમકક્ષ) ની રકમ માટે સેબી ICDR નિયમનોની ગણતરીના આધારે શેરદીઠ રુ.1,480.75ના ભાવે પ્રેફરન્શિયલ વોરંટ ઇશ્યૂ કરવાની મંજૂરી આપી છે. આ બાબત તા.૧૮મી જાન્યુઆરી 2024 ના રોજ નિર્ધારીત અસાધારણ સામાન્ય સભા (EGM) માં નિયમનકારી અને વૈધાનિક સત્તાવાળાઓ તેમજ કંપનીના શેરધારકોની મંજૂરીને આધીન છે. આ ભંડોળનો ઉપયોગ ડિલિવરેજિંગ અને ઝડપી મૂડી ખર્ચ માટે કરવામાં આવશે.આ સાથે હવે AGEL ચાલુ દાયકાના અંત સુધીમાં જેમાં ૨૦.૬ ગિગાવોટની બંધ ક્ષમતા સાથે ૪૫ ગિગાવોટના નિર્ધારિત લક્ષ્યાંકને હાંસલ કરવા સંપૂર્ણ સજ્જ છે. ભારતના સંસાધન સમૃદ્ધ વિસ્તારોમાં બે લાખ એકર (૪૦ ગિગાવોટથી વધુ ઉત્પાદન ક્ષમતાની સમકક્ષ) સુરક્ષિત જમીન અને વધારાની રુ.૯,૩૫૦ કરોડનીઇક્વિટીનું રોકાણ આ નિર્ધારિત લક્ષ્યને પૂર્ણપણે સિધ્ધ કરવા ભંડોળ પૂરું પાડશે.અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “ભારત રીન્યુએબલ એનર્જીમાં વૈશ્વિક અગ્રણી બનવાના ઉંબરે આવી ઉભું છે અને અદાણી ગ્રીન એનર્જી આ ક્રાંતિમાં મોખરે છે. સ્વચ્છ ઉર્જાનું આપણા રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કરવા માટે પણ એક સમાન ઉર્જા સંક્રમણ માટે અમે એક તરફ પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને તબદીલ કરી રહ્યા છીએ તેની સાથો સાથ ઝડપી વિકાસ અને વિકાસ યોજનાને વેગ આપવા માટે અમે પોસાય તેવા હરીયાળા વિકલ્પોને તબક્કાવાર અપનાવી રહ્યા છીએ. આ ભંડોળ ઉમેરવા સાથે અદાણી ગ્રીન એનર્જી લિ.એ તેની ઝડપી વૃદ્ધિના માર્ગને હાંસલ કરવા માટે વધુ સાનુકૂળ સ્થિતિ ધારણ કરી છે”.અગાઉ અદાણી ગ્રીન એનર્જી લિ.એ ગુજરાતના કચ્છના ખાવડા વિસ્તારમાં ભારતના સૌથી મોટા સોલાર પાર્કમાં ૨,૧૬૭ મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટના નિર્માણની બાંધકામ સુવિધા માટે ૮ આંતર રાષ્ટ્રીય બેંકો દ્વારા USD ૧.૩૬ બિલિયનના ધિરાણની જાહેરાત કરી હતી. વધુમાં કંપનીએ USD ૧.૪૨૫ બિલિયન ઇક્વિટી મૂડીની જાહેરાત કરી છે પ્રમોટર્સ દ્વારા પ્રેફરન્શિયલ ઇશ્યુ કરવાથી USD 1.125 બિલિયન અને ટોટલેનેર્ગીએસ સાથેના સંયુક્ત સાહસ તરફથી USD 300 મિલિયન અર્થાત USD 3 બિલિયન જેટલો મૂડી રોકાણમાં વધારો થતા આ પ્રોજેકટને નિર્ધારીત આગળ લક્ષ્ય તરફ આગળ વધવામાં બળ મળશે. લાંબા ગાળાના રોકાણકારો, વ્યૂહાત્મક ભાગીદારો, નાણાકીય સંસ્થાઓ અને બેંકો દ્વારા મળેલો જોરદાર સહયોગ આ પ્રોજેકટને મૂર્તિમંત કરવા માટે પ્રમોટર્સની સતત પ્રતિબદ્ધતામાં ભરોસો અને ઊંડો રસ દર્શાવે છે, જેણે ૨૦૩૦ સુધીમાં ભારતમાં ૪૫ ગિગાવોટની નવીનીકરણીય ક્ષમતા ઉમેરવાના અદાણી ગ્રીન એનર્જી લિ.ની લક્ષિત મહત્વાકાંક્ષાને હાંસલ કરવાના હોંસલાને બુલંદી પૂરી પાડી છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) વિશે-AGEL એ ભારતનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પાર્ટનર છે, જે સ્વચ્છ ઉર્જા સંક્રમણને સક્ષમ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કંપની યુટિલિટી-સ્કેલ ગ્રીડ-કનેક્ટેડ સોલર, વિન્ડ અને હાઇબ્રિડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ્સ વિકસાવે છે, માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. 12 રાજ્યોમાં ફેલાયેલા 8.4 GW ના ઓપરેટિંગ રિન્યુએબલ પોર્ટફોલિયો સાથે, AGEL હાલમાં ભારતમાં સૌથી મોટી રિન્યુએબલ એનર્જી ડેવલપર છે, જે 41 મિલિયન ટનથી વધુ CO2 ઉત્સર્જનને સરભર કરે છે. AGEL 2030 સુધીમાં 45 GW પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાના તેના લક્ષ્‍યાંક માટે પ્રતિબદ્ધ છે, જે ભારતના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યાંકો સાથે સંલગ્ન છે. કંપની લેવલાઇઝ્ડ કોસ્ટ ઓફ એનર્જી (LCOE) ઘટાડવા અને પોસાય તેવી સ્વચ્છ ઉર્જાને વ્યાપકપણે અપનાવવાની સુવિધા આપવા માટે ટેક્નોલોજીનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. AGEL ના ઓપરેટિંગ પોર્ટફોલિયોને “200 મેગાવોટથી વધુ ક્ષમતાના પ્લાન્ટ્સ માટે વોટર પોઝીટીવ,” “સિંગલ-યુઝ પ્લાસ્ટિક-ફ્રી,” અને “ઝીરો વેસ્ટ-ટુ-લેન્ડફિલ” તરીકે પ્રમાણિત કરવામાં આવે છે, જે ટકાઉ વૃદ્ધિ માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મીડિયા પ્રશ્નો માટે, સંપર્ક કરો રોય પોલ: [email protected]

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!