સરકાર શ્રી દ્વારા કુદરતી સંપદા, નૈસર્ગિક સ્ત્રોતોના સરંક્ષણ તેમજ પર્યાવરણની જાળવણીની અગત્યતા સમજાય તેવા હેતુથી પર્યાવરણ જાગૃતિનું આયોજન કરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા આ વર્ષે “વિશ્વ પર્યાવરણ દિવસ”ની થીમ “BEAT PLASTIC POLLUTION” રાખવામા આવી છે. શ્રીબ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર-જૂનાગઢ નાં પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ચેરમેનશ્રી ગિજુભાઈ ભરાડના માર્ગદર્શન હેઠળ તા.05-06-2025ને ગુરૂવારના રોજ માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર-જોષીપુરા, જૂનાગઢ ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણીઓ કરવામાં આવી. શાળાની વિદ્યાર્થિનીઓને પણ સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો હતો. હાલ શાળાઓમાં વેકેશન હોવાં છતાં વિદ્યાર્થિનીઓ અને વાલીઓ ઉત્સાહભેર સ્વૈચ્છાએ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં સામેલ થયાં હતાં આ તકે ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, વિવિધ પ્રશ્નોતરી, જ્ઞાન સાથે ગમ્મતભર્યા સવાંદ તેમજ શપથના માધ્યમથી પ્રાણી-પક્ષી-વનસ્પતિ, વન્ય સૃષ્ટિ, વન્ય જીવન, કુદરતી સંપદા, પર્યાવરણ જાળવણી, માનવજીવન ઉપર પ્રકૃતિના પ્રભાવ તેમજ પ્લાસ્ટિક પ્રદુષણ વિશે ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે પર્યાવરણના સરંક્ષણ માટે સરકારશ્રી અને વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાતી અનેકવિધ પ્રવૃતિઓથી પણ વિદ્યાર્થિનીઓને માહિતગાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર-જૂનાગઢનાં કો-ઓર્ડિનેટરશ્રી પ્રતાપસિંહ ઓરા સાહેબ, સંસ્થાના શિક્ષણ નિયામકશ્રી બાઘુભાઈ ડોબરિયા, શાળાના આચાર્ય જયશ્રીબેન રંગોલિયા, શિક્ષકોશ્રી અલ્પાબેન ડાંગર, અશ્વિનભાઈ સાયેરિયા, ઇલાબેન બાલસ, ઉષાબેન મકવાણા, રોમિલભાઈ પાનસુરિયા, ભાવેશભાઈ ગોંડલિયા, મનસુખભાઇ સંઘાણીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થિનીઓને રોકડ પુરસ્કાર, લેખન સામગ્રીની કીટ તથા પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષિકા સુશ્રી હેતલબેન લશ્કરીએ કર્યું હતું
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ