બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં હોળી-ધુળેટી તહેવાર નિનિત્તે પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહી/જુગારની પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.
જે અંતગર્ત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અને પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે દરમિયાન ધુળેટી પૂર્વે જ ઝઘડીયા ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. ત્યારે થવા ચેક પોસ્ટ નજીકથી એક શંકાસ્પદ ટેન્કર નંબર MH-04-FD-9370 ઝડપી પાડી ટેન્કરમાંથી પ્રતીબંધીત ભારતીય બનાવટનો વિદેશી દારૂની કંપની શીલબંધ કુલ બોટલ નંગ- ૫૧૦૫ જેની કિંમત રૂપિયા ૭,૯૩,૨૭૮/- તથા ટેન્કર જેની કિં. રૂ. ૧૦,૦૦૦,૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧૭,૯૩,૨૭૮/- નો મુદ્દામાલ ઝડપી પાડી નંબર MH-04-FD-9370 ના ચાલકને વોન્ટેડ જાહેર કરી પ્રોહી એકટની સંલગ્ન કલમો મુજબ નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો.