ભરૂચ એસઓજી ની ટીમે ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી લીધું


સમીર પટેલ, ભરૂચ
એસઓજીની ટીમે આ ગુના હેઠળ એક ઇસમને ઝડપી લઇને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો
ભરૂચ એસઓજીની ટીમે ભરૂચ શહેરમાં સ્પાની આડમાં ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃતિ ઝડપી લીધી હતી,અને આ ગુના હેઠળ એક ઇસમને પકડી લઇને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઇ એ.એ.ચૌધરી તથા પીઆઇ એ.એચ.છૈયાએ એસઓજી ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા સુચના આપી હતી, દરમિયાન એસઓજી પીએસઆઇ બી.એસ.શેલાણાને બાતમી મળેલ કે ભરૂચ
શહેરની શ્રવણ ચોકડી નજીક આવેલ રંગપ્લેટીનુમા કોમ્પલેક્ષના બીજા માળે આવેલ હની સ્પા નામની દુકાનમાં સ્પાની આડમાં બહારથી યુવતિઓ મંગાવીને કુટણખાનુ ચલાવાય છે. એસઓજી ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા હની સ્પાનો મેનેજર અરૂણ રામસ્વરૂપ રામ જયરામ લોદી તથા સ્થળ ઉપર હાજર નહિ મળેલ અન્ય ઇસમ સંચાલક ઈશિપ્ત પટેલ રહે. ભરૂચના તેના મળતીયા મારફતે સ્પા ચલાવી અલગઅલગ જગ્યાએથી યુવતિઓ બોલાવીને કુટણખાનુ ચલાવતા હોવાનું જણાયું હતું. એસઓજીની ટીમે સ્થળ ઉપરથી અરૂણ રામસ્વરૂપ જયરામ લોદી હાલ રહે. હની સ્પા રંગપ્લેટીનુમા કોમ્પલેક્ષ શ્રવણચોકડી પાસે ભરૂચ અને મુળ રહે. મધ્યપ્રદેશનાને ઝડપી લીધો હતો,અન્ય ઇસમ ઈશિપ્ત પટેલ રહે. ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.



