BHARUCH
ભરૂચની લિટલ ફ્લાવર સ્કૂલનો એન્યુઅલ ડે:વિદ્યાર્થીઓએ નાટક દ્વારા વ્યસનમુક્તિ અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો



સમીર પટેલ, ભરૂચ
ભરૂચના લાલ બજાર વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર સ્કૂલનો વાર્ષિક દિવસ ભરુચા હોલમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર નાટકોની પ્રસ્તુતિ કરી હતી.
વિદ્યાર્થીઓએ નાટકો દ્વારા સમાજમાં વ્યસનમુક્તિ અને સ્વચ્છતા અભિયાન અંગે જાગૃતિ ફેલાવી હતી. કાર્યક્રમમાં પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, ઝુલ્ફીકાર અલી સૈયદ, સામાજિક આગેવાન અબ્દુલ કામઠી, સોયેબ સૂજનીવાલા અને જઇનુદ્દીન સૈયદ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર અને મોટી સંખ્યામાં વાલીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.




