રાજ્ય સરકારે વિદ્યાર્થીનીઓને તરુણવયે વધુ સમજણ કેળવે તે માટે મમતા દિવસની શરૂઆત થઈ મહેસાણા ખાતે,
કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં "કોફી વિથ કલેક્ટર" કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાર્વજનિક સ્કૂલ, મહેસાણા ખાતે જિલ્લા કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં કોફી વિથ કલેકટર પ્રોગ્રામ તેમજ “માં કેર પ્રોજેક્ટ” અંતર્ગત ONGCના CSR ફંડમાંથી સગર્ભા મહિલાઓને 450 ન્યુટ્રીશન કીટનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેકટરના હસ્તે સગર્ભા મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત જોન્સન કંટ્રોલ હિટાચી કરણનગરના સહયોગથી 12.1% થી વધુ હિમોગ્લોબિન ધરાવતી વિદ્યાર્થીઓને સેનેટરી નેપકીનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટર જણાવ્યું હતું કે, સગર્ભા મહિલાઓ અને વિદ્યાર્થીનીઓએ વધુ પ્રમાણમાં લીલી શાકભાજી, ખજૂર, ચણા, કઠોળ જેવા પૌષ્ટિક આહાર લેવા જોઈએ જેનાથી તેમનું વજન વધશે તેમજ હિમોગ્લોબિન પણ વધશે. સગર્ભા મહિલાઓએ પૌષ્ટિક તથા સ્વસ્થ ગુણવત્તાયુક્ત ખોરાક લેવાય તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, રાજ્ય સરકારે વિદ્યાર્થીનીઓને તરુણવયે જ વધુ સમજણ કેળવે તે માટે મમતા દિવસની પણ શરૂઆત કરી છે.
આ કાર્યક્રમમાં ઓ.એન.જી.સી.ના વડા આર.બાલાકૃષ્ણ, ઓ.એન.જી.સી મહેસાણાના જનરલ મેનેજર એ.એસ રાવ, જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા તેમજ સદભાવના ગ્રુપના પ્રમુખ સહિત જનરલ નર્સિંગ સ્કૂલ મહેસાણાની વિદ્યાર્થીનીઓ અને સગર્ભા મહિલાઓ તેમજ મહિલા કર્મચારીઓ તેમજ જિલ્લા અને તાલુકાના આરોગ્ય કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.





