BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચમાં યુદ્ધની મોકડ્રિલ: ONGC, GNFC સહિત 3 જગ્યાએ લોકોને બચાવીને રેસ્ક્યુ કરાયા, નાગરિકોએ રાત્રે 7:30 વાગ્યે લાઈટો બંધ રાખવી
સમીર પટેલ, ભરૂચ
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને આજે ભરૂચમાં દેશની સૌથી મોટી સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રિલ જીએનએફસી કંપની ભરૂચ, અંક્લેશ્વરમાં ઓએનજીસી અને દહેજમાં બિરલા કોપર કંપની ખાતે યોજાઈ રહી છે.
મોકડ્રિલ અંતર્ગત સાયરન વગાડવામાં આવી. સાયરન બે મિનિટ સુધી વાગશે. પરિસ્થિતિ સામાન્ય થતાં ફરીથી બે મિનિટ સાયરન વગાડી લોકોને ખતરો ટળ્યાની જાણ કરાશે. સાંજે 7 વાગ્યે ફરી સાયરન વાગશે. આ સમયે તમામ નાગરિકોએ તેમના ઘર અને વ્યવસાયના સ્થળોની લાઈટો બંધ કરવાની રહેશે. સંભવિત હવાઈ હુમલાના સંદર્ભમાં લોકોને જાગૃત કરવા આ મોકડ્રીલનું આયોજન કરાયું છે.