CM ભૂપેન્દ્ર પટેલે ભરૂચને કરોડોના વિકાસકામોની ભેટ આપી: રૂ.1350.68 કરોડના કુલ 139 વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું


સમીર પટેલ, ભરૂચ
CM ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાની મુલાકાતે આવ્યાં છે. ભરૂચના ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે આજે યોજાયેલા વિકાસ ઉત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંદાજિત રૂ. 1350.68 કરોડના કુલ 139 વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન, આરોગ્ય, શિક્ષણ, શહેરી વિકાસ, રમતગમત તથા મહેસૂલ વિભાગના વિવિધ પ્રકલ્પોને આ કાર્યક્રમમાં ગતિ આપવામાં આવી. જિલ્લા પંચાયત દ્વારા રૂ.309 કરોડના 95 વિકાસકાર્યો હાથ ધરાયા છે, જેમાં ગ્રામ્ય માર્ગો અને માયનોર બ્રિજના નિર્માણનો સમાવેશ થાય છે. તે ઉપરાંત નર્મદા પરિક્રમાર્થીઓ માટે 8 વિશ્રામ હોલ, રૂ. 16 કરોડના ખર્ચે 64 ગ્રામ પંચાયત ઘરો, શિક્ષણ ક્ષેત્રે નવા વર્ગખંડો તથા આરોગ્ય સેવાઓ માટે 8 પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.માર્ગ અને મકાન વિભાગ હેઠળ અંકલેશ્વર–રાજપીપલા હાઈસ્પીડ કોરિડોર અને અંકલેશ્વર એર સ્ટ્રીપ ફેઝ-2 સહિત કુલ રૂ.985 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. આ વિકાસકાર્યો દ્વારા ભરૂચ જિલ્લાના માળખાગત વિકાસને નવી ગતિ મળશે.




