GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓના સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે

તા.૨/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪-૦૭-૨૦૨૪એ સંબંધિત તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારોએ પોતાના લગત તાલુકાના મામલતદારશ્રીને તા.૧૦/૦૭/૨૦૨૪ સુધીમાં મોકલી આપવાના રહેશે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજૂ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાના રહેશે નહીં તેમજ પ્રથમવાર અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજૂ કરવા નહીં. તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે, અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે મોકલી આપવાની રહેશે તેમ જનસંપર્ક અધિકારી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!