BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકામાં ચોમાસાની શરૂઆતે જ રેલવે લાઇન પરના ગરનાળાઓ પાણીથી છલકાતા હાલાકિ

ઝઘડિયા તાલુકામાં ચોમાસાની શરૂઆતે જ રેલવે લાઇન પરના ગરનાળાઓ પાણીથી છલકાતા હાલાકિ

લોકડાઉન સમયથી બંધ પડેલ અંકલેશ્વર રાજપીપલા રેલવે લાઇન પરના ગરનાળા જળાશયમાં ફેરવાતા લોકો ત્રાહિમામ

 

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપિપલા રેલવે લાઇનનું નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ આ રેલવે લાઇન પરની ફાટકો પર ગરનાળા બનાવવામાં આવ્યા.રલવેનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ અંકલેશ્વર રાજપિપલા વચ્ચે ત્યારબાદ એક એક સમય માટે આવવા જવા ટ્રેન દોડાવવામાં આવતી હતી,જોકે આ નામમાત્રની રેલવે સુવિધા લોકડાઉન સમયે બંધ કરી દેવામાં આવી અને ત્યારબાદ ફરીથી ચાલુ નથી કરવામાં આવી. આ રેલવે લાઇન પર ફાટકોના સ્થાને બનાવવામાં આવેલ ગરનાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઇ રહેવાની સમસ્યાનો કોઇ કાયમી હલ નહિ લવાતા ગરનાળાઓમાં પાણી ભરાઇ રહેવાની સમસ્યા હજુ યથાવત રહી છે. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ ને સમાંતર આ રેલવે લાઇન પસાર થાય છે. ધોરીમાર્ગને તાલુકાના ગામો સાથે જોડતા ગ્રામ્ય માર્ગો રેલવે ગરનાળાઓમાંથી પસાર થાય છે. હાલ ચોમાસું શરૂ થઇ ગયું છે ત્યારે ચોમાસાની શરૂઆતમાંજ તાલુકાના મોટાભાગના રેલવે ગરનાળા પાણીથી છલકાતા જળાશય હોય એમ દેખાઇ રહ્યા છે. રેલવે દ્વારા ફાટકોની જગ્યાએ જ્યારે ગરનાળા બનાવાયા ત્યારે આગળનો વિચાર કરીને યોગ્ય આયોજનો કરવાની જરૂર હતી,પરંતું રેલવે સત્તાવાળાઓના અણઘડ વહિવટથી ગરનાળાઓમાં પાણી ભરાઇ રહેવાની સમસ્યાનો કોઇ કાયમી હલ નહિ શોધાતા તાલુકાની ગ્રામ્ય જનતા માટે આ બાબત તકલીફરૂપ બની છે. તાલુકાના ગુમાનદેવ,રાણીપુરા,કરાડ,અવિધા,રાજપારડી,સારસા,દુ.વાઘપુરા સહિતના ગામોએ રેલવે લાઇન પર ગરનાળા બનાવાયા છે,પરંતું મોટાભાગના ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાઇ રહેતું હોઇ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગરનાળાઓમાં આવતું ચોમાસું પાણી જો બહાર નીકળી જતું હોયતો કોઇ તકલીફ ના રહે,પરંતું ગરનાળા પાણીથી છલકાતા રહેતા લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે,ત્યારે રેલવે સત્તાવાળાઓ તાકીદે બંધ પડેલ અંકલેશ્વર રાજપિપલા રેલવે લાઇન પરના ગરનાળાઓમાં પાણી ભરાઇ રહેવાની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા આગળ આવે તેવી માંગ ઉઠવા પામી છે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!