
તા.૧૮.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામના લાભાર્થી મગનભાઈ ચારેલને આયુષ્યમાન કાર્ડ હેઠળ મળી વિના મુલ્યે સારવાર
છેલ્લે અમે નિરાશ થઇ ગયા હતા પણ આયુષ્યમાન કાર્ડએ મારા પપ્પાને બચાવી લીધા-લાભાર્થીના પુત્ર દાહોદ જીલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ગોવિંદા તળાઈ ગામના રહેવાસી મગનભાઈ ચારેલ ને છ મહિના પહેલા હાર્ટમાં તકલીફ હોવાના કારણે તેઓને વડોદરાની રીધમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેઓની આયુષ્યમાન કાર્ડ હેઠળ નિશુલ્ક બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. હાલ તેઓની તબિયત સ્વસ્થ છે અને નાના મોટા ઘરના કામકાજ પણ કરી શકે છે લાભાર્થી મગનભાઈ ચારેલના દીકરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, છ મહિના પહેલા મારા પપ્પાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. વધારે તકલીફ લાગતા ઝાલોદની રાધિકા હોસ્પિટલમાં દાખલ થઈને અમે ECG કરાવ્યું. એ પછી દાહોદની રીધમ હોસ્પિટલમાં રિફર કર્યા. રીધમ હોસ્પિટલમાં પાંચ-સાત દિવસ સુધી ત્યાં સારવાર લીધી અને થોડું સારું થતા અમે ઘરે આવતા રહ્યા હતા. પરંતુ એ જ રાત્રે ફરી તકલીફ થવાના કારણે એમને લુણાવાડાની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા લુણાવાડાની લીલાવતી હોસ્પિટલમાં તપાસ કરતા ડોક્ટરે કહ્યું, કે લોહી જાડુ થઈ જવાના કારણે વધુ પ્રોબ્લેમ થયો છે. એટલે સર્જરી કરવી પડશે, તેમ જણાવ્યું હતું. અમારા પિતાજીને ત્યાંથી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં પંદર દિવસની સારવાર લીધી હતી. ત્યાં દવાઓથી લોહી પાતળું થઈ જાય તો સર્જરી કરવાની જરૂર નહીં પડે તેવું જણાવ્યું હતું. પણ મારા પપ્પાની તબિયત ધીમે ધીમે વધારે બગડવા માંડી હતી. આખરે અમે વડોદરાની રીધમ હોસ્પિટલમાં દાખલ થયા. ત્યાં તપાસ કરીને ડોક્ટરે તાત્કાલિક સર્જરી કરવા માટે જણાવ્યું હતું. સર્જરી કરવા માટે અમારી એવી સ્થિતિ નહોતી કે તાત્કાલિક એટલો ખર્ચ ઉઠાવી શકીએ. અમે પહેલા તો ચિંતામાં આવી ગયેલા. ઘણા હોસ્પિટલ બદલ્યા. અમે છેલ્લે નિરાશ થઇ ગયા હતા. પરંતુ, આયુષ્યમાન કાર્ડએ મારા પપ્પાને બચાવી લીધા. સરકાર તરફથી મળેલ આયુષ્યમાન કાર્ડને કારણે હોસ્પિટલમાં મારા પપ્પાની સર્જરી સફળતા પૂર્વક થઇ શકી. અમારી પાસેથી એકેય રૂપિયાનો ચાર્જ લીધો નથી. સર્જરીની તમામ સારવાર તેમજ ખર્ચ આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત મળી રહી તે બદલ સરકારનો ખુબ ખુબ આભાર.





