BHARUCHJHAGADIYA

ઝઘડીયા જીઆઈડીસીમા આવેલ ડી.સી.એમ. કંપનીમાં કોલસો વહન કરતા કન્વેયર પટ્ટા પર આગ લાગતા દોડધામ

કંપની સહિતના અન્ય ફાયર ફાઇટરોએ તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો કોઈ જાનહાની નહિ

ઝઘડીયા જીઆઈડીસીમા આવેલ ડી.સી.એમ. કંપનીમાં કોલસો વહન કરતા કન્વેયર પટ્ટા પર આગ લાગતા દોડધામ

 

કંપની સહિતના અન્ય ફાયર ફાઇટરોએ તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો કોઈ જાનહાની નહિ

 

ભરૂચ જિલ્લાની ઝગડિયા જીઆઈડીસીમા આવેલ કંપનીઓમાં અવારનવાર નાની મોટી હોનારતો થવાની ઘટનાઓ બનતી હોઈછે. તેવામાં બુધવારે વધુ એક હોનારતનો બનાવ બન્યો હતો જેમાં ઝગડિયા જીઆઈડીસીમા આવેલ ડી.સી.એમ.કંપનીમા પાવર પ્લાન્ટમાંથી અન્ય ઉત્પાદન વિભાગમાં પહોંચાડતા કન્વેયર બેલ્ટ પરથી કોલસો પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન બેલ્ટ પર આકસ્મિક આગ લાગી હતી અને આગને કારને ધુમાડાના ગોટેગોટા આકાશમાં નજરે પડ્યા હતા જોકે આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક કંપનીના ફાયર ફાઇટરો તેમજ અન્ય ફાયર ફાઇટરોએ આગ પર ગણતરીના સમયમાં કાબુ મેળવી લીધો હતો અને આ ઘટનામાં કોઈ જાનહાની નહિ બનતા તંત્ર સહિત કંપનીના સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો હતો સૂત્રોના જણાવ્યા મુજબ કન્વેયર બેલ્ટ પરથી કોલસો પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન ગરમી અને ઘર્ષણના કારણે બેલ્ટ ઉપર આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યુંછે આ આગની ઘટના અંગે ઝઘડિયા પી.આઇ. વાળાનો ટેલિફોનિક સંપર્ક કરતા આ ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા થઇ નથી એમ જણાવ્યું હતું. ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ આ કેમિકલ કંપનીમાં આગ લાગતા એક સમયે કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી.આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ડીસીએમ કંપનીમાં લાગેલ આ આગને લઇને કંપનીની આસપાસ આવેલી અન્ય કંપનીઓમાં કામ કરતા કામદારોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. વધુમાં મળતી વિગતો મુજબ અંકલેશ્વર અને ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ કંપનીમાં પાવર ઉત્પાદન માટે લઈ જવાતા કોલસાના કન્વેયર બેલ્ટ ઉપર કોઈ ઘર્ષણના પગલે આગ લાગ લાગી હશે તેવુ હાલતો માનવામાં આવી રહ્યુંછે આ આગની ઘટનામાં આખે આખો કન્વેયર બેલ્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો

 

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!