BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચ: ઝંઘાર ગામેથી મગર પાંજરે પૂરતા ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો, સુરક્ષિત જગ્યાએ છોડી મુકાશે
સમીર પટેલ, ભરૂચ
ઝંગાર ગામે મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તરત જ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમે મગર પકડવા માટે પાંજરું મૂક્યું હતું.
ભરૂચ તાલુકાના ઝંગાર ગામે મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગ્રામજનોએ તરત જ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમે મગર પકડવા માટે પાંજરું મૂક્યું હતું. થોડા સમય બાદ મગર પાંજરામાં પૂરાયો, જેને લઈને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મગરને સુરક્ષિત રીતે પકડ્યા બાદ વનવિભાગે તેને યોગ્ય સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરી છે.