વિકાસ સપ્તાહ અંતર્ગતના વિવિધ આયોજન બાબતે ડી.ડી.ઓ શ્રી યોગેશ કાપસેએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે ચર્ચા કરી

સમીર પટેલ, ભરૂચ
****
*વિકાસ સપ્તાહ અંતર્ગત ભરૂચ જિલ્લામાં થનાર અનેક લોકાર્પણ ખાતમુહૂર્ત સાથે આયોજનો અંગે પણ વાતચીત કરાઈ
***
ભરૂચ- શુક્રવાર- વિકાસ સપ્તાહ અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં થયેલ વિકાસ કામો તથા આગામી સમયમાં કરવામાં આવનાર અનેકવિધ આયોજન અંગે અને સરકારની પ્રજાકલ્યાણ યોજના લોકો સુધી પહોંચાડવા સહિતના અનેક મુદ્દાઓ ઉપર ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે અને ભરૂચ તથા અંકલેશ્વરના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી.
સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમના શાસનકાળ દરમિયાન અનેક વિકાસ કાર્યો થયા છે, અનેક જન કલ્યાણકારી યોજનાઓ થકી લોકોને સુવિધાસભર જીવન ધોરણ પ્રાપ્ત થયું છે. ત્યારે ૨૩ વર્ષના સફળ અને સક્ષમ નેતૃત્વમાં સરકારની પ્રજાકલ્યાણ યોજના લોકો સુધી પહોંચાડવા માટે તથા જિલ્લામાં થનારા અનેકવિધ આયોજનો અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેએ સોશિયલ મીડિયામાં એક્ટિવ એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો સાથે ચર્ચા વિચારણા કરી હતી.
આ મુલાકાત દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કરવામાં આવનાર વિવિધ કાર્યક્રમો અને આયોજનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સરકારની પ્રજાકલ્યાણ યોજના લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા પણ મહત્વની ભૂમિકા ભજવે છે તે અંગે ડી.ડી.ઓ શ્રી યોગેશ કાપસેએ સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ સાથે વિચાર – વિમર્શ કર્યા હતા. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર.ધાધલ, નાયબ કલેક્ટર સુપ્રિયા ગાંગૂલી હાજર રહ્યા હતા.




