BHARUCH

“વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન ” થીમને અનુસરતા…વરસતા વરસાદમાં આરોગ્ય વિભાગ દ્નારા ભરૂચ રેલવે સ્ટેશનથી જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

આરોગ્ય વિભાગ તરફથી વસ્તી સ્થિરતા લાવવા અને સામાન્ય જનતામાં વસ્તી નિયંત્રણ અંગે જાગૃતિ કેળવવા દરેક તાલુકામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ આજ રોજ “વિશ્વ વસ્તી દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં બે તબક્કાવાર ઉજવણીનું આયોજન કરાયું છે. લાલબત્તી સમાન વધતી જતી વસ્તી સામે વિશ્વ વસ્તી દિન નિમિત્તે ભરૂચ શહેરમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યા છે.

 

ભરૂચ શહેરમાં વિશ્વ વસ્તી દીવસની ઉજવણી નિમિત્તે વરસતા વરસાદમાં જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણીના ત્રીજા તબકકાનામાં રેલીનું આયોજન કરાયું હતું. ” વિકસિત ભારત ની નવી પહેચાન , કુટુંબ નિયોજન દરેક દંપતિ ની શાન ” થીમને અનુસરીને આરોગ્ય વિભાગ દ્નારા ભરૂચ રેલવે સ્ટેશનથી જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું.

 

આ જનજાગૃતિ રેલીને આરોગ્ય સમિતિના ચેરમેન અનિલ વસાવા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ દુલેરાએ ફેલેગ બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. કુટુંબ નિયોજન સહિત સામાન્ય લોકોમાં જાગૃતિ કેળવાયે તે હેતુથી યોજાયેલી આ રેલી ભરૂચ રેલ્વે સ્ટેશનથી શરૂ થઈ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તેનું સમાપન થયું હતું.

 

આ રેલીમાં કુટુંબ નિયોજન અંતર્ગત નાનું કુંટુંબ, સુખી કુંટુંબ, ઘરમાં બે બોળકોની ,જોડી,સુખ વધારે અને ચિંતા થોડી જેવા વિવિધ પ્લે કાર્ડ સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં મેડીકલ કોલેજની વિદ્યાર્થીનીઓએ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ રેલીમાં

જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!