GUJARAT

Navsari: ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગના વિવિધ રસ્તાઓ પર સુધારણા કામ પ્રગતિ પથ પર

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ચીખલી (માર્ગ અને મકાન) પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ માર્ગો પર હાલ મરામત તથા વિકાસનાં કામો પ્રગતિ પથ પર છે. વિભાગ હસ્તક આવેલા સણવલ્લા–ટાંકલ–રાનકુવા–રૂમલા–કરંજવેરી રોડ, કણભાઈ કોઝવે થી ગોડથલ–ઝાડીફળીયા માર્ગ તેમજ વેલણપુર–કાકડવેલ–સુખાબારી રોડ પર કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આ માર્ગોના સુધારા પછી સ્થાનિક નાગરિકોને વધુ સુગમ, સલામત અને આરામદાયક મુસાફરી સુવિધા પ્રાપ્ત થશે.

 

Back to top button
error: Content is protected !!