BHARUCHBHARUCH CITY / TALUKO

જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ અંકલેશ્વર તાલુકાના અડાદરા ગામની ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા તથા આંગણવાડીની આકસ્મિક મુલાકાત લઈ જન સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી

સમીર પટેલ, ભરૂચ

**
*****
*મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તે અંગે ત્વરિત કાર્યવાહી હાથ ધરવા લગત અધિકારીઓને સૂચના આપી*
****
ભરૂચ – શુક્રવાર- જનતાને મળતી સેવાઓનું નિરીક્ષણ કરવા અને વહીવટી પારદર્શિતાની સમીક્ષા કરવા હેતુ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ અંકલેશ્વર તાલુકાના અડાદરા ગ્રામ પંચાયત કચેરી, પ્રાથમિક શાળા, અને આંગણવાડીની આકસ્મિક મુલાકાત લીધી હતી. અને જન સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના પ્રશ્નો તથા રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.તેમજ નાગરિકોની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે સત્વરે જરૂરી પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીએ પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને શિક્ષણની ગુણવત્તા અંગે શિક્ષકો પાસેથી માહિતી મેળવી હતી. તેમણે આંગણવાડીની કામગીરીની પણ સમીક્ષા કરી, જેમાં બાળકોના પોષણ અને આરોગ્ય સંબંધિત સેવાઓ વિશેની માહિતી મેળવી હતી. સાથે જ બાળકોને મળતા પૂરક આહાર અને અન્ય સુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.
વહીવટી કામગીરીની સમીક્ષા કરતાં, કલેક્ટરશ્રીએ ગ્રામ પંચાયતના રેકોર્ડની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. તેમણે e-KYC, આયુષ્માન કાર્ડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ, વેરા વસૂલાત, જન્મ-મરણ નોંધણી, અને અન્ય દસ્તાવેજી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ જ્યાં પણ સુધારાની જરૂર જણાઈ ત્યાં તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે, નેહા બ્યાડવાલ ( IAS ) ન્યુમરી (Nyumri) આસિસ્ટન્ટ કલેક્ટર, અંકલેશ્વર મામલતદારશ્રી કરણસિંહ રાજપૂત, સરપંચશ્રી અને તલાટી મંત્રીશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!