
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : પી.એમ.પોષણ યોજનાનું સેન્ટ્રલરાઇઝ કિચનના નામે ખાનગીકરણ કરી આ યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને ન સોંપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું
રાજ્યના 72 – તાલુકામાં પી.એમ.પોષણ યોજનાનું સેન્ટ્રલરાઇઝ કિચનના નામે ખાનગીકરણ કરી આ યોજનાનું સંચાલન ખાનગી સંસ્થાને ન સોંપવા બાબત અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું
નાણામંત્રી કનુભાઈ દેસાઇ સાહેબ દ્વવારા વર્ષ :2025/26 નું બજેટ રજુ કરેલ જે આ બજેટમાં રાજ્યના કુલ- ૭૨ તાલુકામાં પી.એમ.પોષણ યોજના ( મધ્યાહન ભોજન યોજના ) ના કેન્દ્રને સેન્ટ્રલાઈઝડ કિચન કરી આ યોજનાનું ખાનગીકરણ કરી સ્વૈચ્છિક સંસ્થાને આપવાની જાહેરાત કરેલ છે જે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ વખોડી કાઢે છે,કારણ કે આ 72 તાલુકામાં સેન્ટ્રલાઈઝડ કિચન કરવાથી નામદર સુપ્રીમ કોર્ટના નિર્દેશન મુજબ દરેક વિદ્યાર્થીને ગરમાગરમ અને તાજો રાંધેલ ખોરાક આપવા માટે સૂચનો કરવામાં આવેલ હોય, રાજ્યના આ 72 તાલુકાને ભોગૌલિક દ્રષ્ટિએ જોતા છુટા છવાયા વિસ્તાર અને પહાડી વિસ્તારથી છવાયેલા છે.જેથી આવા વિસ્તારમાં સેન્ટ્રલરાઈઝડ કિચન શક્ય નથી કારણ કે, સેન્ટ્રલરાઈઝડ કિચનમાં રાત્રીના સમયે રસોઈ બનાવી વાહન મારફતે દરેક ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં રસોઈ સવારે ૧૦ વાગ્યે પહોંચાડવામાં આવે છે.ગુજરાત સરકારના ઠરાવ મુજબ ઉનાળામાં બે કલાક અને શિયાળામાં ત્રણ કલાકથી વઘારે વાસી રાંધેલ
ખોરાક બાળકોને ન પીરસવાની સુચના થઇ આવેલ હોય અને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વવારા મુખ્યમંત્રી અલ્પાહાર યોજના શરુ કરેલ છે અને આ બજેટમાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના માટે નાણાકીય વર્ષ : 2025/26 માટે 616 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે અને આ બાબતે મુખ્યમંત્રી અલ્પાહાર યોજના સરકારના નિયમોનુસાર શાળા ખુલતાની સાથે પ્રાર્થના સમયે વિદ્યાર્થીને અલ્પાહાર આપવાની જોગવાઈ છે અલ્પાહાર આપ્યા બાદ બે કલાક પછી મુખ્ય ભોજન આપવાનું હોય છે જયારે સેન્ટ્રલાઈઝડ કિચન વહેલી સવારે પોતાના વાહનો મારફતે 30/40 કિલોમીટર દૂર રસોઈ અને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના બને એક સાથે જે તે શાળામાં સવારે 10 વાગ્યે પહોંચાડે છે.જેથી ઉનાળામાં આ રસોઈ જમવાલાયક રહેતી નથી અને
બાળકોના આરોગ્ય સાથે ચેડા/નુકશાન થવાની સંભાવના વધી શકે છે અને આ 72 તાલુકાની ભૌગોલિક સ્થિતીને જોતા અમુક ગામમાં ચોમાસામાં વાહનની અવરજવર પણ થઈ શકતી નથી.જેથી ફુડ સિક્યુરિટી એક્ટ મુજબ દરેક વિધાર્થીઓને દરરોજ રાંધેલ ગરમાગરમ તાજો અને પૌષ્ટિક ખોરાક આપવાનો હોય છે પરંતુ આ સેન્ટ્રલાઈઝડ કિચન આપી નહિ શકે જેથી લાગણી સાથે રજુઆત કરી કર્મચારીઓ દરેક ગામમાં જે તે કિચનશેડમાં બાળકોને રાંધેલ તાજો અને પૌષ્ટિક ખોરાક આપે છે. આ બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કેસ નંબર-SCA 5746/2011 થી ચાલુ છે આ 72 તાલુકામાં દરેક સરકારી પ્રાથમિક શાળામાં કિચનશેડ તથા દરેક શાળામાં રસોઈ બનાવવાના વાસણો તથા દરેક મધ્યાહન ભોજન કેન્દ્ર પર LPG ગેસ આપવામાં આવ્યા છે જેનો ખર્ચ કરોડો રૂપિયાનો થયેલ છે. આ 72 તાલુકામાં કિચનશેડમાં રસોઈ બનાવવા માટેના પુરતાં વાસણોની સુવિધા ઉપલબ્ધ છે. જેથી આ યોજના જે તે પ્રાથમિક શાળામાં જ કેન્દ્ર ચાલુ રાખવા અને ખાનગીકરણ ન કરવા લાગણી અને માંગણી સાથે તેમ છતાં જો રાજ્યના એકપણ તાલુકાના એકપણ પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રનું ખાનગીકરણ કરવામાં આવશે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે અને જરૂર પડશે તો નામદાર કોર્ટનો પણ સહારો લેવો પડશે.જે બાબતે આ પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રને સેન્ટ્રલાઈઝડ કિચનને ન સોંપવા તેવી રજુઆત સાથે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન યોજના કર્મચારી મંડળ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું






