BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકામાં પયગંબરે ઇસ્લામના જન્મદિન ઇદે મિલાદનું પર્વ પરંપરાગત ઉત્સાહથી મનાવાયું

ઝઘડિયા તાલુકામાં પયગંબરે ઇસ્લામના જન્મદિન ઇદે મિલાદનું પર્વ પરંપરાગત ઉત્સાહથી મનાવાયું

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}

 

ઝઘડિયા રાજપારડી ઉમલ્લા સહિતના મુસ્લિમ વિસ્તારોમાં ઇદે મિલાદ નિમિત્તે જુલુશના આયોજન કરવામાં આવ્યા

 

 

આજે પયગંબરે ઇસ્લામના જન્મદિન ઇદે મિલાદનું પર્વ ઠેરઠેર ઉત્સાહ અને ભાઇચારાથી મનાવાયું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે ઇદે મિલાદનું પર્વ મનાવ્યું હતું. ઇદે મિલાદના પર્વના આગળના દિવસથી ઠેરઠેર મસ્જિદોને લાઇટ ડેકોરેશનથી ભવ્ય રોશનીથી સજાવવામાં આવી હતી. ઇદે મિલાદ નિમિત્તે ઠેરઠેર નાત શરીફના કાર્યક્રમ યોજાયા હતા.મસ્જિદોમાં મૌલાનાઓએ પયગંબર સાહેબના સાદગીમય જીવન સંબંધી તકરીર (પ્રવચન) કર્યા હતા. તાલુકાના મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ નિમિત્તે જુલુશ નીકળ્યા હતા. ઝઘડિયા તાલુકાના ઝઘડિયા સુલતાનપુરા રાજપારડી ઉમલ્લા ભાલોદ તરસાલી ઇન્દોર વેલુગામ રતનપોર વણાકપોર કપલસાડી સહિતના મુસ્લિમ વસતિ ધરાવતા ગામોએ વહેલી સવારથી જ ઇદે મિલાદની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હયો. પયગંબરે ઇસ્લામના જન્મદિન ઇદે મિલાદનું પર્વ એક મહત્વનો મુસ્લિમ તહેવાર હોઇ ઇદે મિલાદની ઉજવણી ટાણે ઠેરઠેર ઉત્સાહ જણાતો હોય છે.આ પ્રસંગે ઠેરઠેર નજરો ન્યાજ(પ્રસાદી) તેમજ પયગંબર સાહેબના બાલ મુબારકની જ્યારત (દર્શન) ના કાર્યક્રમ યોજાયા હતા જેનો મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. તાલુકા મથક ઝઘડિયા ખાતે ઇદે મિલાદ નિમિત્તે મસ્જિદ ખાતેથી ઇદનું જુલુશ નીકળ્યું હતું જે મહત્વના વિસ્તારોમાં ફર્યું હતું. રાજપારડી ખાતે ઇદે મિલાદ નિમિત્તે રઝાનગર ખાતેથી જુલુશ નીકળ્યું હતું જે ફૈઝનગર પટેલનગર ચાર રસ્તા વાઝા કોમ્પ્લેક્સ બકાનગર મુખ્ય બજાર જેવા વિસ્તારોમાં ફરીને જુમ્મા મસ્જિદે પહોંચ્યું હતું. ઉમલ્લા -દુ.વાઘપુરા ખાતે મસ્જિદેથી નીકળેલ જુલુશ મુખ્ય બજારમાં થઇને મદ્રસાએ જઇને સંપન્ન થયું હતું. ઉપરાંત નવી તરસાલી વણાકપોર રતનપોર તેમજ નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર પંથક સહિતના અન્ય મુસ્લિમ વિસ્તારોમાં પણ ઇદે મિલાદનું પર્વ પરંપરાગત ઉત્સાહ અને ભાઇચારાના માહોલ વચ્ચે મનાવાયું હતું. આ પ્રસંગે તાલુકામાં સ્થાનિક પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!