BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ:29-30 નવેમ્બરે ખાસ કેમ્પોનું આયોજન; મતદારયાદીમાં નામ યથાવત્‌ રાખવા EF જમા કરાવવું ફરજિયાત

સમીર પટેલ, ભરૂચ

 

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા. 27/10/2025ના પત્ર અનુસાર તા.01/01/2026ની લાયકાત તારીખને ધ્યાને રાખીને મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ– 2026 જાહેર કરવામાં આવ્યો છે.No eligible citizen is left out and no ineligible person is includedના ધ્યેય સાથે તા. 04/11/ 25 થી જિલ્લામાં SIR-26 અંતર્ગત બુથ લેવલ અધિકારીઓ દ્વારા ઘરે-ઘરે જઈ Enumeration Form (EF)નું વિતરણ કરીને ભરેલા ફોર્મ્સ પરત મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી જિલ્લાના તમામ બુથો પર ખાસ કેમ્પો યોજી ભરેલા ગણતરી ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવી રહી છે. વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે મતદારયાદીમાં નામ યથાવત્‌ રાખવા Enumeration Form સમયસર જમા કરાવવો ફરજિયાત છે. જે મતદારોએ હજી સુધી ગણતરી ફોર્મ જમા ન કરાવ્યું હોય તેઓ માટે તા. 29/11/2025 (શનિવાર) બપોરે 12:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી તથા તા.30/11/ 25 (રવિવાર) સવારે 10:00 થી સાંજના 5:00 સુધી જિલ્લામાં નીચે દર્શાવેલા સ્થળોએ ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આજે ભરૂચ મામલદાર કચેરી અને નગરપાલિકા ખાતે કેમ્પ યોજાયો હતો.જેમાં મામલદાર કચેરીએ મામલતદાર માધવી મિસ્ત્રી, નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી મનીષા મનાણી, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ માટે વહીવટી તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે આ ખાસ ઝુંબેશનો લાભ લઈ પોતાના નજીકના કેમ્પમાં જઈ Enumeration Form જમા કરે તેમજ જો માતા- પિતા- દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદારયાદી માં ન હોય તો જરૂરી પુરાવા કયા રજૂ કરવા તે અંગે સ્થળ પર માર્ગદર્શન મેળવી યોગ્ય દસ્તાવેજો રજૂ કરી શકાશે.

ભરૂચમાં કયા સ્થળે કેમ્પ યોજવાના તેની વિગતો

150-જંબુસર માટે મામલતદાર કચેરી, જંબુસર,તાલુકા પંચાયત કચેરી,જંબુસર,નગરપાલિકા, જંબુસર, મામલતદાર કચેરી,આમોદ તાલુકા પંચાયત કચેરી,આમોદ અને નગરપાલિકા, આમોદ 151-વાગરા માટે મામલતદાર કચેરી,વાગરા,મામલતદાર કચેરી, ભરૂચ (ગ્રામ્ય),જિલ્લા પુરવઠા અધિકારી કચેરી, ભરૂચ,તાલુકા પંચાયત કચેરી, ભરૂચ
152-ઝઘડીયા માટે મામલતદાર કચેરી, ઝઘડીયા,તાલુકા પંચાયત કચેરી, ઝઘડીયા,મામલતદાર કચેરી,નેત્રંગ, મામલતદાર કચેરી, વાલીયા,તાલુકા પંચાયત કચેરી, વાલીયા
153- ભરૂચ માટે મામલતદાર કચેરી, ભરૂચ,મામલતદાર કચેરી, અંકલેશ્વર,નગરપાલિકા, ભરૂચ,પંચાયત ઓફિસ, અંદાડા અને પંચાયત ઓફિસ,સારંગપુર
154-અંકલેશ્વર માટે મામલતદાર કચેરી, હાંસોટ, મામલતદાર કચેરી, અંકલેશ્વર,નગરપાલિકા,અંકલેશ્વર, ગ્રામ પંચાયત કચેરી, ગડખોલ,નોટિફાઇડ ઓફિસ, GIDC અંકલેશ્વર યોજાનાર છે. જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ કોઈ પણ લાયક મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે હેતુસર આ ખાસ ફોર્મ-કલેકશન કેમ્પો રાખવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!