હાલોલમાં વરસતા વરસાદમાં લીમડી ફળીયાના યુવાનો ધસમસતા કોતરના પાણીમાં ઉતરીને MGVCLની કામગીરીમા સહભાગી થયા,30 કલાકે વીજ પુરવઠો પુન: ચાલુ કરાયો હતો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૮.૨૦૨૪
હાલોલ નગરમાં સોમવાર અને મંગળવારે બપોર સુધીમાં 12 ઇંચ વરસાદે નગરમાં અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી કરી દીધા હતા, તો નગર માંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કોતરો ઉફાન ઉપર આવી હતી અને અનેક ઠેકાણે તેના પાણી અવરોધતા નગરમાં ફરી વળ્યાં હતા.ત્યારે લીમડી ફળિયા માંથી નીકળતા કોતર પાસે આવેલા એમજીવીસીએલ ના ટ્રાન્સફોર્મર ઉપર સોમવારે સાંજે ધડાકો થતા વીજ પ્રવાહ બંધ થઈ જતા આ વિસ્તાર ના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.સતત વરસાદ માં વીજ પ્રવાહ ચાલુ કરવાની કામગીરી કરી શકાય તેમ ન હતી, એમજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં વેઠ ઉતારવામાં આવી હોવાથી આ કોતર ઉપર આવેલ ટ્રાન્સફોર્મર ની વીજ લાઈનો માં અનેક વૃક્ષો ની ડાળ ફસાયેલી હોવાથી વીજ પ્રવાહ શરૂ કરતાં જ ધડાકો થયો હતો.આખરે લીમડી ફળિયાના સ્થાનિક રહીશો તેમજ સામાજિક કાર્યકર સમીરભાઈ બજારવાલા અને મુસ્તુફાભાઈ લીમડીયા ચાલુ વરસાદ માં ધસમસતા કોતર ના પાણી માં ઉતર્યા હતા અને ટ્રાન્સફોર્મર સુધી આવતી વીજ લાઇન માં અટવાતા વૃક્ષો કાપવાની કામગીરી કરી હતી, જે બાદ એમજીવીસીએલ ના કર્મચારીઓ વીજ પ્રવાહ ચાલુ કરી શક્યા હતા.લીમડી ફળિયાના રહીશો એ જીવના જોખમે એમજીવીસીએલ ના કર્મચારીઓ ને મદદરૂપ બનતા આ સમગ્ર વિસ્તારમાં 30 કલાક બાદ વીજ પ્રવાહ ચાલુ થઈ શક્યો હતો.જોકે વીજ પ્રવાહ શરૂ થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.










