ઝઘડિયા તાલુકાના રાજપારડી એમ.ઈ.એસ નુરાની હાઈસ્કૂલમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી એમ.ઈ.એસ નુરાની હાઈસ્કૂલમાં બાળકોનો શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો
જેમાં શાળાના આચાર્ય જતીન પરમાર તથા પ્રાથમિક વિભાગના આચાર્ય મલેક શાયરા બાનુ તરફથી શાળામાં નવા પ્રવેશ પામેલ બાળકોને પુષ્પ અર્પણ કરી બાળકોને ગિફ્ટ આપી મોઢું મીઠું કરાવી ભૂલકાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના દરેક સ્ટાફ ગણે પણ બાળકોનું ભાવભીનુ સ્વાગત કરી બાળકોની પ્રગતિ થાય તેવા શુભ આશિષ આપ્યા હતા અંતે શાળાના આચાર્ય જતીન પરમાર અને પ્રાથમિક વિભાગ ના આચાર્ય સાયરાબાનું મલેક અને તેમના સ્ટાફ દ્વારા ખુબ જ ઉત્સાહથી શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી અંતે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો
ઈરફાન ખત્રી
રાજપારડી