GUJARATJAMNAGAR CITY/ TALUKO
ઓપરેશન સિંદૂરની સફળતા અંગે ધુંવાવથી અયોધ્યા સાયકલ પ્રવાસ
દેશ પ્રેમી રામ ભકતને કરાયા સન્માનિત
જામનગર (ભરત ભોગાયતા)
ઓપરેશન સિંદુરની સફળતાને અનુલક્ષીને ધુવાવના પરશોતમભાઈ બાવરીએ ધુવાવથી અયોધ્યાથી દ્રારકા સાયકલ યાત્રા કરી હતી જેના અનુસંધાને જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર પૂર્વ દ્વારા ગોલ્ડન જ્યુબિલિ વર્ષ અંતર્ગત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સમયે પ્રમુખ કીર્તિભાઈ કેવલીયા,યુનીટ ડાયરેક્ટર રમેશભાઈ ભટ્ટ, આઈ ડોનેશન ઓફીસર કમલભાઈ વ્યાસ,ચેરમેન અતુલ મહેતા,સેક્રેટરી પ્રતાપભાઈ ધોરીયા,ખજાનચી મહેશભાઈ કલ્યાણી,પૂર્વ પ્રમુખ સતીષભાઈ ભટ્ટ,ભરતભાઇ ભટ્ટ,ઉપપ્રમુખ જયંતિ ભાઈ જીવાણી ડોલરભાઈ પોરેચા, સિનિયર સભ્ય અશોકભાઈ નથવાણી સહિતના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.