સુરેન્દ્રનગર જિલ્લાનાં ધાંગધ્રા તાલુકાના એક ગામમાં 15 વર્ષની કિશોરીના બાળ લગ્ન અટકાવતી 181 અભયમ ટીમ’
તા.08/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
હાલ લગ્નની સિજન ચાલી રહી છે ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ ધાંગધ્રા તાલુકાના એક ગામમાં બાળ લગ્ન થઈ રહ્યા છે તેથી 181 અભયમ ટીમના કાઉન્સેલર શીતલ સોલંકી, મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતાબેન ડાભી ,પાયલોટ યશવંત ભાઈ ગોસાઈ સહિતની ટીમ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોલિસ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર જઈને કિશોર અને કિશોરીના માતા – પિતાનું કાઉન્સેલિંગ કરીને બાળલગ્નની ખરાઈ કરવા માટે બંનેના ઉંમર અંગેના આધાર પુરાવા માગ્યા હતા જેમાં કિશોર કિશોરીના માતા-પિતાએ રજૂ કરેલ પુરાવાની તપાસ કરતા કિશોરીની ઉંમર 15 વર્ષ અને કિશોરની ઉંમર 18 વર્ષ હોય આથી બાળ લગ્નને ધ્યાનમાં રાખીને કિશોરી અને કિશોરના માતા-પિતાને સમજાવ્યા હતા અને લગ્ન માટેની ઉંમર પુરી થયા બાદ જ દીકરા દીકરીના લગ્ન કરાવવા જણાવ્યું હતું અને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે પણ દીકરા દીકરીના માતા-પિતાને સમજ આપી હતી અને આ સમગ્ર મામલે જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને જાણ કરેલ હતી તેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પર પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.