GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
૧૭ મીએ સરકારી પોલીટેકનીક નવસારી ખાતે ધો.૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમો અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે.
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૫: સરકારી પોલીટેકનીક નવસારી દ્વારા આગામી તા.૧૭/૦૫/૨૦૨૫ ના રોજ ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન સવારે ૧૧.૩૦ થી બપોરે ૧.૩૦ વાગ્યા દરમિયાન સી-૧૦૮, કોમ્પ્યુટર સેન્ટર, સિવીલ એન્જિનિયરિંગ વિભાગ, સરકારી પોલીટેકનીક નવસારી, મટવાડ ગામ, દાંડી રોડ, નવસારી ખાતે કરવામાં આવ્યું છે. સરકારી પોલીટેકનીક નવસારીના એ.સી.પી.ડી.સી.ના અધિકારીઓ દ્વારા ચર્ચાસભા અને માર્ગદર્શનનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. જેમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓને હાજર રહેવા સરકારી પોલીટેકનીક નવસારીના આચાર્યશ્રી દ્વારા અખબારી યાદીમાં અનુરોધ કરાયો છે.