BHARUCHBHARUCH CITY / TALUKO

નબીપુર પોલીસ દ્વારા સંવેદનશીલ ગામોમાં ફ્લેગ માર્ચ, ચૂંટણી પૂર્વે સુરક્ષા કડક, બંબુસર ગામમાં ફ્લેગ માર્ચ

સમીર પટેલ, ભરૂચ

નબીપુર પોલીસ દ્વારા સંવેદનશીલ ગામોમાં ફ્લેગ માર્ચ, ચૂંટણી પૂર્વે સુરક્ષા કડક

નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ ગામોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો.

બંબુસર ગામમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ગામના મુખ્ય માર્ગો તેમજ વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો હતો.

આ દરમ્યાન પોલીસ અધિકારીઓએ ગ્રામજનોને નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અપીલ કરી હતી. સાથે જ કોઈપણ અફવા, ગેરમાર્ગે દોરતી માહિતી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.

આ ફ્લેગ માર્ચ PI ટી.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં PSI ટી.આર. મોદી સહિત પોલીસ સ્ટાફ અને GRDના જવાનો જોડાયા હતા.

પોલીસ તંત્ર દ્વારા જણાવાયું હતું કે સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેઓ સંપૂર્ણ રીતે સજ્જ છે.

Back to top button
error: Content is protected !!