BHARUCHNETRANG

Spread smile to sperrow કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યું.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

‘Spread smile to sperrow’ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૩ માર્ચના રોજ ‘spread Smile group’ દ્વારા વિનામૂલ્યે ૭૦૦ જેટલા ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઘર આંગણાનું પક્ષી એવી ચકલીઓને બચાવવા માટે નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો‌. ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પોતાના ઘરનાં આંગણામાં, બાલ્કનીમાં અથવા છત પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. મહાકાળી નોવેલ્ટી સ્ટોરની બહાર વિનામૂલ્યે ચકલીધરનું વિતરણ કાર્ય કર્યું હતું.

 

 તેમજ ચકલી દિને ટીમના સભ્યો ચૌધરી હેતલબેન,ચૌધરી રીનલબેન,વસાવા અંકિતભાઈ,વસાવા દિલીપભાઈ દ્વારા તાલુકાની શાળાઓમાં પણ ચકલીઘર આપવામાં આવ્યા હતાં.અને ચકલીઘર વિવિધ સ્થળોએ ચકલીઘર લગાવવામાં આવ્યા હતાં. લોકોમાં જાગૃતિ આવે અને તેઓ પણ ચકલીને બચાવવા પ્રયત્નશીલ બને તે માટે સ્વખર્ચે છેલ્લા પાંચ વર્ષથી ચકલીઘર મંગાવી વિતરણ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!