વાત્સલ્યમ્ સમાચાર
ગાયત્રી નગર સોસાયટી પરિવાર દ્વારા શ્રી કૃષ્ણ મંદિર પાસે વૈદિક શાસ્ત્રોક્ત વિધિ કરી હોલીકા દહન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી નગર સોસાયટી અને સરદાર નગર સોસાયટીના ભાવિક ભકતો દ્વારા પૂજાવિધિ કરી ધાણી ,ચણા ,ખજુર,મગફળી, શ્રીફળ હોમી અને પાણીનો અભિષેક કરી હોળીની પ્રદક્ષિણા કરવામાં આવી હતી.
ત્યારબાદ સૌ શ્રી કૃષ્ણ મંદિરે સંઘ્યા આરતીમાં જોડાયા હતા.