BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લામાં 108 સેવા દ્વારા નવા વર્ષની ઉજવણી નો કાર્યક્રમ સાથે સોનેરી સંકલ્પો……..

સમીર પટેલ, ભરૂચ

 

આજરોજ ભરૂચ જિલ્લામાં EMRI GREEN HEATH SERVICES (108 Service) દ્વારા 108 જિલ્લા ઓફિસ ભરૂચ ખાતે નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં EMRI GREEN HEALTH SERVICES સંચાલિત વિવિધ પ્રોજેક્ટ જેવા કે 181 મહિલા અભયમ હેલ્પલાઇન, 112 જનરક્ષક, ખિલખિલાટ, 108 એમ્બ્યુલન્સ સેવા, મોબાઈલ હેલ્થ યુનિટ, મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરી માં કાર્ય કરતાં કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓ સાથે મળીને કેક કાપવામાં આવી હતી. આ સાથે પણ એક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી જેમાં એકાગ્રતા અને નિસ્વાર્થ ભાવનાથી પીડિતોની સેવા કરવી, ફરજ નિષ્ઠાપૂર્વક, શિસ્ત પૂર્વક અને પ્રામાણિકતાથી બજાવવી, દરેક ક્ષણ નું મહત્વ સમજીને સેવા પૂરી તત્પરતાથી નિભાવવી, દરેક ટેકનોલોજીના સમન્વયથી સેવાને વધુ સચોટ રીતે આપવાની ખાતરી વિઞેરેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામા આવી હતી. આમાં કાર્યક્રમમાં કર્મચારીઓ દ્વારા પાછલા વર્ષોના અનુભવો ની આપ લે પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર, ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હનીફ બલુચી, ઉપેન્દ્ર ત્રિપાઠી, ચેતન જાદવ અને યોગેશ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!