ANKLESHWARBHARUCH
શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન

નવરાત્રિના પાવન અવસરે શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા માનવ મંદિર, GIDC અંકલેશ્વર ખાતે સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો।
આ આયોજનમાં મોટી સંખ્યામાં સનાતન ગ્રુપ ના સભ્યો અને અંકલેશ્વર ની ધર્મપ્રેમી ભક્તોએ હાજરી આપી અને પાઠનો લાભ લીધો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન, પાઠ અને ધાર્મિક વાતાવરણથી વિસ્તાર ગુંજી ઉઠ્યો।
ગ્રુપના આગેવાનો જણાવ્યું કે આવનારા સમયમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાતા રહેશે।
આ કાર્યક્રમ દરમિયાન માનવ મંદિરના મહારાજ પરવીન વ્યાસ દ્વારા ખૂબ જ સરસ સહયોગ કરવામાં આવ્યો હતો |





