BHARUCHBHARUCH CITY / TALUKO
મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી વલી બાપુ દશાંનવાલા પ્રાથમિક શાળા, ભરૂચના વિદ્યાર્થીઓનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમા ઝળહળતો વિજય
સમીર પટેલ, ભરૂચ
તારીખ 23/09/2025 ને મંગળવારના રોજ યોજાયેલ CRC કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં અત્રેની શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ભાગ લીધેલ હતો.
જેમાં વિભાગ 2 : કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો. આ વિભાગમાં વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવેલ છે. જેમાં માર્ગદર્શક શિક્ષક પટેલ મુ.નઇમ બસીર અને વિદ્યાર્થીનું નામ : મેમણ મુ.ઉમર છે. વિભાગ 1 : ટકાઉ ખેતી આ વિભાગમાં વિદ્યાર્થીઓએ દ્વિતીય નંબર મેળવેલ છે. જેમાં માર્ગદર્શક શિક્ષક પટેલ ફયાઝ યુસુફ અને વિદ્યાર્થીનું નામ દેસાઈ મુ.સાદ છે. વિભાગ 3 : ગ્રીન એનર્જી જેમાં વિદ્યાર્થીઓએ તૃતીય નંબર મેળવેલ છે. માર્ગદર્શક શિક્ષક : ઢેકા યાસીન યુનુસ અને વિદ્યાર્થીનું નામ નમાજી સિબ્તૈન હારુનછે. આ જ્વલંત સફળતા માટે શાળાના આચાર્યા સુતરીયા મહેફુજાબેન અને મુન્શી પરિવાર તરફથી તમાામને અભિનંદન પાઠવવામા આવ્યા.