
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
તા.૧૫-૦૯-૨૪
નેત્રંગ નગર સહિત પંથક ભરમા વિધ્ન હર્તા ગજાનંદ ની ઠેરઠેર સ્થાપના કરવામા આવી છે અને ભકિતમય માહોલમા પુજા અચઁના થઇ રહી છે. ભાવિકભકતજનોમા અનેરો ઉત્સાહ અને ઉમંગ સાથે રોજેરોજ દરેક મંડળો ઉપર ભજનની રમઝટ ચાલી રહી છે. નેત્રંગ નગર માંથી દસ દિવસનુ આત્થીય માણી વિધ્ન હર્તા તા.૧૭મીને મંગળવાર ના રોજ વિદાય લેશે ત્યારે શાંતિ પૂર્ણ માહોલ મા ગણેશજી ની વિસર્જન ની ભવ્ય શોભાયાત્રા નગરના વિવિધ વિસ્તારો માંથી ઢોલ નગારા તેમજ ડીજેના તાલે નિકળશે તેવા સમયે યાત્રામા કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને શાંતિના ડોળાય તેને અનુલક્ષીને નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીઆઇ આર સી વસાવા તેમજ સ્ટાફ થકી કવાયત હાથ ધરી છે.જેને લઈ ને છેલ્લા બે દિવસ થી પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવાએ નગરમા જે જે વિસતારોમા ગણેશજીની સ્થાપ્ના કરતા મંડળોના આયોજકો સાથે મંડળોના સ્થળેજ રૂબરૂ મુલાકાત કરી બેઠકોનો ડોર શરૂ કયો છે. જેના અનુસંધાને તા.૧૪મીના રોજ ગાંધીબજાર ખાતે શ્રી માંઈ મંડળના આયોજકો સાથે રાત્રિના બેઠક યોજી હતી, શાંતિ પૂર્ણ માહોલમા વિસર્જન યાત્રા સંપન્ન થાય તે માટે અપીલ કરી હતી, અને પોલીસ તંત્ર ને લોકો સાથ સહકાર આપે તે માટે પણ અપીલ કરી હતી.



