દોઢ એક મહિનાના માસૂમ બાળકને રાત્રિના સમયે માતા દ્વારા ડેપોમાં તરછોડી મૂકીને અચાનક રીતે ગુમ થવાનો ચોંકાવનારો બનાવ

દોઢ એક મહિનાના માસૂમ બાળકને રાત્રિના સમયે માતા દ્વારા ડેપોમાં તરછોડી મૂકીને અચાનક રીતે ગુમ થવાનો ચોંકાવનારો બનાવદોઢ એક મહિનાના માસૂમ બાળકને રાત્રિના સમયે માતા દ્વારા ડેપોમાં તરછોડી મૂકીને અચાનક રીતે ગુમ થવાનો ચોંકાવનારો બનાવ.
રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, તારીખ 18 જૂન 2025 ને બુધવારના દિવસે રાત્રિના આશરે 11:00 વાગ્યાના સુમારે સંતરામપુર એસ.ટી. ડેપો ખાતે ચોંકાવનારી ઘટના સામે આવતાં સૌકોઈ આશ્રયૅચકિત થયેલ છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એક પિતા તેમની પત્ની અને લગભગ દોઢ મહિનાના બાળક સાથે બહારગામ જવા માટે બસમાં બેસવા માટે સંતરામપુર એસટી ડેપો ખાતે હાજર હતા.
આ દરમિયાન બાળકને સંડાશ થવાથી માતાએ પતિને જણાવ્યું કે, “બસ રોકી રાખજે, હું બાળકને સંડાશ કરાવીને આવું છું.” અને બાદમાં તાત્કાલિક બાળકને ડેપો પર મૂકી અને કઈક કહ્યા વિના સ્થળ પરથી અજાણી દિશામાં આ નિષ્ઠુર હ્દય ની માતા સંતરામપુર એસટી ડેપો ખાતે થી ફરાર થઈ જતી રહી હતી.
સમય પસાર થયા બાદ પણ પત્નીને બાળક પાછા ન આવતા બાળકના પિતા ચિંતિત બન્યા હતા અને ડેપોમાં ને આજુબાજુ શોધખોળ કરતાં તેની પત્ની ની કોઈ ભાળ મળેલ નહીં પણ નાનું બાળક ડેપોમાં એક બાજુ ખુણામાં થી મળી આવેલ પણ બાળક ની માતા નો કોઈ પત્તો ન મળતાં ગુમ થયેલ પત્નિ નાં પતીએ તાત્કાલિક 100 અને 112 હેલ્પલાઈન પર ફોન કરી પોલીસ ને જાણ કરી હતી.
જેથી બનાવની ગંભીરતા ને ધ્યાને લઈ સંતરામપુર પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી અને બાળકી તથા પિતા સાથે પ્રાથમિક પૂછપરછ કરી પોલીસે બંનેને સાથે રાખી વધુ તપાસ માટે સંતરામપુર પોલીસ મથક ખાતે લઈ ગયેલ.
આ બનાવ બનતાં ડેપોમાં હાજર મુસાફરોમાં પણ ભારે ચકચાર જોવાં મળતી હતી અને સંતરામપુર ડેપો ખાતે લોકો એકત્રિત થયા હતા. હાલ સંતરામપુર પોલીસે ઘટનાની અંગે ની તપાસ હાથ ધરી છે તેમજ સમગ્ર મામલે સત્ય શું છે તે પોલીસ તપાસમાં બહાર આવશે.




