BHARUCHBHARUCH CITY / TALUKO

૨૦૨૪ની ૧૦ મી આઈસ સ્ટોક નેશનલ સ્પોર્ટસ ચેમ્પિયનશિપમાં દ્રષ્ટિ વસાવાએ ગુજરાત સહિત ભરૂચ જીલ્લાને ફરીવાર અપાવ્યું ગૌરવ

ગુજરાત રાજ્યનું પ્રતિનિધત્વ કરતા અલગ અલગ ઈવેન્ટોમાં ગોલ્ડ ૦૭, સિલ્વર ૦૪, બ્રોન્ઝ મેડલ ૦૭ મળી કુલ ૧૮ જેટલા મેડલ મેળવ્યા
ભરૂચ- ભારતના કાશ્મીર ખાતે ૧૧ મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી ૧૦મી આઇસસ્ટૉક સ્પોર્ટસ નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૪ યોજાઈ હતી. આ નેશનલ સ્પોર્ટસ ચેમ્પિયનશિપમાં ભારતના ૨૦ રાજ્યોના ખેલાડીઓએ વિવિધ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.

આઈસ સ્ટોક નેશનલ સ્પોર્ટસ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યમાંથી ભરૂચ, તાપી, સુરત, કચ્છ જિલ્લાઓમાંથી પણ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઈન્ડીવ્યુઝઅલ ટાર્ગેટ, ઈન્ડ્રીવ્યુઝઅલ ડીસ્ટન્ટ, ટીમ ડિસ્ટન્સ, ટીમ ગેમ, ટીમ ટાર્ગેટ જેવી ઈવેન્ટમાં ખેલાડીઓએ ભાગ ગણનાપાત્ર પ્રદર્શન નોંધાવ્યું છે.

આઈસ સ્ટોક નેશનલ સ્પોર્ટસ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્ય વતી સિનિયર કેટેગરીમાં બેહનોની ટીમે સારો દેખાવ કરતા એક ગોલ્ડ,એક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ નામે કર્યા હતા. આ સિનિયર કેટેગરીની ટીમ ડિસ્ટન્સમાં દ્રષ્ટી વસાવા, નીલમ વસાવા, ખ્યાતિ ગામીત, અને ઈવા પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યો, ક્રમાનુસાર ટીમ ટાર્ગેટ ઈવેન્ટમાં સિલ્વર મેડલ, અને ટીમ ગેમમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.

ગુજરાત સિનિયર કેટેગરીમાં ભાઈઓમાં પ્રવીણ શર્મા, પ્રવિન્દ્ર ચૌધરી, ભાવિન વસાવા અને વિષ્ણુ કેજરીવાલની ટીમે ડિસ્ટન્સમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમજ યુથ બેહનોમાં હેતવી બલર, રવિના પ્રશાદ, અને ધ્રુવી પટેલ ટીમ ડિસ્ટન્સ ગોલ્ડ મેડલ, ટીમ ટાર્ગેટ સીલ્વર મેડલ અને ટીમ ગેમમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે.

યુથ ભાઈઓમાં પ્રિતમરાજ તિવારી, પ્રિયદરસિરાજ તિવારી, અને વિષ્ણુ કેજરીવાલ, ટીમ ડિસ્ટન્સ સિલ્વર મેડલ, ટીમ ટાર્ગેટ ગોલ્ડ મેડલ અને ટીમ ગેમ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. તેમજ જુનિયર ભાઈઓ પ્રિયદરસિરાજ તિવારી, મંતવ્ય ચાલોડિયા, અને બ્રોન્ઝી કુકડિયા ટીમ ડિસ્ટન્સ બ્રોન્ઝ મેડલ, ટીમ ટાર્ગેટ ગોલ્ડ મેડળ અને ટીમ ગેમ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા અને ગુજરાત રાજયને નામનાં અપાવી હતી.

આમ સમગ્ર ટીમનું પ્રદર્શન જોતા કુલ ગોલ્ડ મેડલ ૦૭, સિલ્વર ૦૪, બ્રોન્ઝ મેડલ ૦૭ એમ કુલ ૧૮ જેટલા મેડલ મેળવ્યા હતા. જેમાં કેટેગરી પ્રમાણે જોઈએ તો, ઈન્ડીવ્યુઝઅલ ટાર્ગેટ જુનિયર બોયઝ-  સિલ્વર મેડલ, ઈન્ડીવ્યુઝઅલ ટાર્ગેટ યુથ લર્ગ – ગોલ્ડ મેડલ, ટીમ ટાર્ગેટ સિનિયર મેન – બ્રોન્ઝ મેડલ,ટીમ ટાર્ગેટ સિનિયર વુમન – સિલ્વર મેડલ,ટીમ ટાર્ગેટ જુનિયર બોયઝ- ગોલ્ડ મેડલ,ટીમ ટાર્ગેટ યુથ બોયઝ- ગોલ્ડ મેડલ

ટીમ ટાર્ગેટની ઈવેન્ટમાં યુથ લર્ગ – સિલ્વર મેડલ ,ટીમ ડીસ્ટન્સ સિનિયર વુમન – ગોલ્ડ મેડલ,ટીમ ડીસ્ટન્સ જુનિયર બોયઝ– બ્રોન્ઝ મેડલ,ટીમ ડીસ્ટન્સ યુથ બોયઝ – સિલ્વર મેડલ, ટીમ ટાર્ગેટ યુથ લર્ગ – ગોલ્ડ મેડલ, ટીમ ગેમ સિનિયર વુમન – બ્રોન્ઝ મેડલ,ટીમ ગેમ યુથ બોયઝ – સિલ્વર મેડલ,ટીમ ગેમ યુથ લર્ગ – ગોલ્ડ મેડલ, ઈન્ડ્રીવ્યુઝઅલ ડીસ્ટન્ટ સિનિયર વુમન- ગોલ્ડ મેડલ,ઈન્ડ્રીવ્યુઝઅલ ડીસ્ટન્ટ જુનિયર બોયઝ- બ્રોન્ઝ મેડલ, ઈન્ડ્રીવ્યુઝઅલ ડીસ્ટન્ટ જુનિયર લર્ગ – બ્રોન્ઝ મેડલ, ઈન્ડ્રીવ્યુઝઅલ ડીસ્ટન્ટ યુથ લર્ગ – બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, ફક્ત એક વ્યક્તિથી શરૂ થયેલી સફરમાં આજે ગુજરાતના ૩૫ થી વધુ ખેલાડીઓ આ રમત સાથે સંકળાયેલા છે. પોતાના અનુભવને આગળ વધારીને સિનિયર આઈસ ગર્લ નામના ધરાવતી દ્રષ્ટિ વસાવા તેમજ ગુજરાત ટીમના કોચ વિકાસ વર્માએ ગુજરાત આઈસ સ્ટોક ફેડરેશના નેજા હેઠળ ખેલાડીઓને તૈયારીઓ કરાવી હતી. ઇન્ટરનેશનલ પ્લેયર દ્રષ્ટિ વસાવા અને કોચ વિકાસ વર્માએ આઈસ સ્ટોક સ્પોર્ટ્સની સમગ્ર ટીમને ટ્રેનીંગ આપી રહ્યા છે. તેમણે ગુજરાતને ગૌરવ અપાવતા ૯મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેમ્પિયનશિપ-૨૦૨૩માં ગુજરાત રાજ્યમાંથી ૮ વિદ્યાર્થીઓ ખેલો ઇન્ડિયામાં પસંદગી પામ્યા હતા.

આ ટીમ સાથે પૂરા આત્મવિશ્વાસથી રમતમાં પોતાનું કૌશલ્ય દાખવી ગુજરાત તરફથી ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના ટીમ ગેમ ઇવેન્ટમાં ૧ ગોલ્ડ, ૨ સિલ્વર, ૧ બ્રોન્ઝ અને ટીમ ટાર્ગેટમાં ૧ સિલ્વર, ૨ બ્રોન્ઝ તેમજ ટીમ અને ઇન્ડિવિઝયુઅલ ડિસ્ટન્સમાં ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવી તમામ રાજ્યો કરતા અવ્વલ રહી હતી. ૯મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે ગુજરાતના ખેલાડીઓએ દરેક ઇવેન્ટમાં ભાગ ખૂબ સારૂ પ્રદર્શન કર્યું હતું. કોચ વિકાસ વર્મા અને દ્રષ્ટી વસાવાના માર્ગદર્શન સહિત પ્રશિક્ષણ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યુ. આ તબક્કે ગુજરાત આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ફેડરેશનનાં સેક્રેટરી અને હોદેદારો સૌ રમત વીરોને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!