BHARUCHBHARUCH CITY / TALUKO

અંકલેશ્વરની રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાવવાના મામલામાં પોલીસે મુખ્ય સૂત્રધારની દિલ્હી થી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમીર પટેલ, ભરૂચ

તાજેતરમાં જ અંકલેશ્વરની રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસની આડમાં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં પોલીસે જયેશ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી હતી અને ડુપ્લીકેટ માર્કશીટ તેમજ કમ્પ્યુટર મળી રૂ.45 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.આરોપીઓ માત્ર 15 હજારમાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપતા હતા. આ મામલામાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપનાર દિલ્હીના ભેજાબાજને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.જયેશ પ્રજાપતિ પાસેથી પોલીસને દિલ્હીના ભેજાબાજનો માત્ર મોબાઈલ નંબર જ મળી આવ્યો હતો જેના આધારે પોલીસે ટેક્નિક સર્વેલન્સ શરૂ કરી એક ટીમ દિલ્હી રવાના કરી હતી. જો કે ગુનો દાખલ થયા બાદ આરોપી ચંદન પ્રભાકર પાંડે જૂનો મોબાઈલ નંબર બંધ કરી અંડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો. ભરૂચ પોલીસની ટીમે દિલ્હીમાં ધામાં નાંખી આખરે આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે તેની પાસેથી પણ 42 અલગ અલગ પ્રમાણ પત્રો તેમજ મહાત્મા ગાંધી ઇન્સ્ટીટ્યુટનો સિક્કો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!