BHARUCHNETRANG

નેત્રંગ તાલુકામાં ૧૩૧ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ‘પરમાર્થ ટ્રસ્ટ સુરત’ના સહયોગથી ‘સ્પ્રેડ સ્માઈલ ગૃપ’ના પ્રતિનિધિ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

 

શિક્ષણ ક્ષેત્રે બાળકોનાં વિકાસ માટે ઘણાં પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે નેત્રંગ તાલુકાની શાળાઓમાં અભ્યાસ કરતા અનાથ તેમજ જરૂરિયાતમંદ બાળકોને ‘પરમાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત’નાં સૌજન્યથી ટ્રસ્ટી ભરતભાઈ મંગુકિયા દ્વારા મોકલાયેલ નોટબુક,થેલા અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

‘પરમાર્થ ટ્રસ્ટ સુરત’ દ્વારા મળેલ સહયોગનો સુવ્યવસ્થિત ઉપયોગ થાય અને દાન જરૂરિયાતમંદ વ્યક્તિને પહોંચે તે માટે ‘સ્પ્રેડ સ્માઈલ ગૃપ’ના પ્રતિનિધિ અને પ્રાથમિક શાળા કંબોડિયાનાં શિક્ષકા હેતલબેન ચૌધરી દ્વારા તાલુકામાં અન્ય શિક્ષકોની મદદથી શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના પરીવારની આર્થિક સ્થિતિ અંગે સર્વે કરી અનાથ તેમજ જરૂરીયાતમંદ ૧૩૧ વિદ્યાર્થીઓને નોટબુક,થેલા અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

“શિક્ષણ એ જીવનમાં સફળતા મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે. દરેક બાળકને શીખવાની સંપૂર્ણ તક મળી રહે તે માટે આવી પ્રવૃત્તિઓ અત્યંત જરૂરી છે.”

 

આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં શિક્ષણ માટે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે પ્રેરણા મળે છે.

 

અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને મળેલ દાન માટે ‘પરમાર્થ ટ્રસ્ટ સુરત’નો નેત્રંગ તાલુકાનાં શિક્ષકો અને બાળકો વતી ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.

Back to top button
error: Content is protected !!