ગુજરાત ગાર્ડિયન કંપની.તરફથી વિદેશથી પધારેલ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જે.એસ.એસ ભરૂચ દ્વારા સ્કીલ તાલીમ પ્રાપ્ત કરનાર બહેનોને ટુલ કિટસનું વિતરણ કરાયું
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાનાં વાલીયા તાલુકામાં આવેલ ગુજરાત ગાર્ડિયન કંપનીનાં વરિષ્ઠ પદાધિકારીઓ શ્રી રોન વોપલ એકઝિકયુટીવ સી.ઈ.ઓ, શ્રી ગસ બોખહાઉડ્ટ વાઈસ પ્રેસીડેન્ટશ્રી, શ્રી આલોકકુમાર મોદી જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટશ્રી તથા શ્રી દિવ્યેન્દુ પુન્ઢીર વાઈસ પ્રેસીડેન્ટશ્રી અને સીઈઓ કે જેઓ આજરોજ કંપનીનાં સી.એસ.આર પ્રોજેકટ્સ “સક્ષમ” ના કામોની સમિક્ષા કરી મહિલા કુશળતા અને વિકાસ પ્રોજેકટ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્કીલ તાલીમ પામેલ સફળ તાલીમાર્થી બહેનોને રૂબરૂ મળી ટુલ કિટસનું વિતરણ કર્યુ હતુ. કંપનીનાં શ્રી યતિન છાયા દ્વારા સૌનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજુ કરી હતી અને આ સક્ષમ થયેલ મહિલાઓને રોજગારીની તક પુરી પાડવામાં કંપની દ્વારા લિધેલ પગલાને વિસ્તારથી સમજાવ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો,ચૂટાંયેલા પ્રતિનિધિઓ, શ્રીમતિ અનિશાબેન વીગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કંપનીનાં પદાધિકારીઓ, જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ટીમનાં સભ્યો સર્વશ્રી જે.એસ.કાગઝી, શ્રીમતી ક્રિષ્ણાબેન કઠોલીયા, શ્રીમતી વિભાબેન લાડોલા, મનિષાબેન પટેલ, શ્રીમતી ધારિણીબેન મોદી, ભૂમિબેન સોની વિગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે જે.એસ.એસ ભરૂચ તરફથી સૌ તાલીમાર્થી બહેનોને ટુલ કિટ્સ આપવા બદલ નિયામકશ્રી ઝ્યનુલ સૈયદ દ્વારા શુભેચ્છા સંદેશથી ગુજરાત ગાર્ડિયનનાં તમામ પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતિ નાઝનીનબેન શેખ દ્વારા કરાયું હતું અને કાર્યક્રમનાં અંતે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.