BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: દહેજના ન્યુ વાડિયા ગામે પરપ્રાંતીય કામદારની હત્યા કરનાર આરોપી ઝડપાયો, રૂમમાં આવવા જવા બાબતે સાથી કામદારે જ કરી હત્યા

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના દહેજમાં બન્યો હતો હત્યાનો બનાવ
ન્યુ વાડિયા ગામે પરપ્રાંતીય કામદારની થઈ હતી હત્યા, આરોપીની પોલીસે કરી ધરપકડ, રૂમમાં આવવા જવા બાબતે સાથી કામદારે હત્યા કરી, બેટના ફટકા મારી કરાય હતી હત્યા

ભરૂચના દહેજના ન્યુ વાડિયા ગામે અંગત અદાવતે પર પ્રાંતીય કામદારની બેટના ફટકા મારી હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના દહેજમાં કંપનીમાં કામ કરતા કામદારોની વસાહતમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી દહેજના ન્યુ વાડીયા ગામે કુલદીપ હાઉસમાં રહેતા અને મૂળ બિહારના પરમેશ્વર રામપ્રવેશ અને રાકેશસિંહ દયાલ નામના કામદારો વચ્ચે રૂમ પર આવવા જવા બાબતે બોલાચાલી થઈ હતી
જેમાં ઉશ્કેરાયેલા પરમેશ્વર રામપ્રવેશ નામના કામદારે મૃતક રાકેશસિંહ દયાળ પર ક્રિકેટ રમવાના બેટ વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત તથા તેને અન્ય સાથી કામદારો દ્વારા ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.આ મામલે દહેજ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમ્યાન પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી પરમેશ્વર રામપ્રવેશની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!