
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૬/૦૩/૨૦૨૫
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને વિજયનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોડાદરા અને ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેમના પત્ની લતાબેન બોડાદરાના મૃતદેહ તેમના જ ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા.
ત્યારે ઘટના અંગે મળતી માહિતી મુજબ બુધવારે એટલે કે તારીખ.૦૫/૦૩/૨૦૨૫ના રોજ શિક્ષક દંપતીની અવરજવર ન દેખાતા પાડોશીએ ઘણી વખત ડોરબેલ વગાડ્યો હતો. જોકે, અંદરથી કોઇ જવાબ ન મળતાં અંતે મોડી રાતે દસેક વાગ્યાના અરસામાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મકાનનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે બંને પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.
આ ઘટનાની જાણ થતા જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ઝઘડિયા એ.એસ.પી. અજય કુમાર મીણા સહિત ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા.
પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. હાલ પોલીસ આ કેસમાં હત્યા કે આત્મહત્યાની દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અનેક તર્ક-વિતર્ક થ
ઈ રહ્યા છે.


