વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આહવા દ્વારા તા.૧૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ વઘઇ આઇ.ટી.આઇ. ખાતે “વિકાસ સપ્તાહ” ઉજવણી અંતર્ગત “ઉદ્યોગ સાહસિકતા” વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ સહકારી અધિકારી શ્રી ડી.આર.વાઘ દ્વારા સરકારશ્રીની વિકાસગાથા રજૂ કરવામાં આવી તથા હાજર રહેલ ઉદ્યોગવાન્છુકોને ઔધ્યોગિક નીતિ વિશે જાણકારી આપવામાં આવી હતી.
તેમજ કુટિર ઉદ્યોગને લગતી યોજનાઓનું પ્રેઝન્ટેશન રજુ કરી ઉપસ્થિત ઉદ્યોગવાન્છુકોને જરુરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું.
ડાંગ જિલ્લા લીડ બેંક મેનેજર શ્રી વિશાલ પતંગે દ્વારા બેંકોને લગતી સેવાઓ, લોન ધિરાણ તેમજ બેન્કિંગ સુરક્ષા વિશે જરૂરી જાણકારી પુરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત ઉદ્યોગવાન્છુક સાથે પ્રશ્નોતરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આશરે ૧૦૦ જેટલા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.