જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ૨૬ નવેમ્બર રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરાઇ.

સમીર પટેલ, ભરૂચ
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા નિયામક શ્રી ઝયનુલ આબેદીન સૈયદના માર્ગદર્શન હેઠળ સંસ્થાના તાલીમ કેન્દ્રો ખાતે રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ભારતના સંવિધાન અંગે તાલીમાર્થીઓને સમજ આપી તેની મહત્વતા સમજાવી સૌને જાગૃત કરવામાં આવ્યા હતા. સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરેલ ભારતના બંધારણ્ય માળખાગત આનુસાંગિક મુદાઓની છણાવટ કરી સૌ શ્રોતાજનોને માહિતગાર કર્યા હતા. તથા જન જાગૃત રેલી નું પણ આયોજન કરાયું હતું. જ્યારે તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને મહાનુભાવોનાં હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે સૌ હજાર જનોને સંવિધાનની રક્ષા કાજે સપથ પણ લેવડાવ્યા હતા. કાર્યક્રમમાં કાકાબા હોસ્પિટલના ટ્રસ્ટી ડૉ. ભરતભાઈ ચાંપાનેરીયા, વીણાબેન ચાંપાનેરીયા સભ્યશ્રી તથા રેસોર્સ પર્સન હીનાબેન પટેલ, નયનાબેન પટેલ, ક્રીષ્ણાબેન વસાવા, સંજનાબેન માછી, વસાવા મનીષાદેવી, જે.એસ.એસ. નાં ફીલ્ડ આસી. ધારિણીબેન મોદી, એકાઉન્ટન્ટ જઈમભાઈ કાગઝી, વગેરે જુદા જુદા કેન્દ્રો ઉપર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જે.એસ.એસ. ટીમ દ્વારા આ પ્રસંગે હાજર સૌ આગેવાનો અને તાલીમાર્થીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની સુભેછાઓ પાઠવી હતી.



