વિજાપુર બગીચા પાંચપીર દરગાહ થી લાડોલ તરફ ના રોડ પર બાંધકામ શાખા નિવૃત્ત અઘિકારી ની કાર ખાડા માં પટકાઈ ડીવાઇડર સાથે અથડાતા કાર અને પાલિકાના બનાવેલ ડીવાઈડર ને નુકશાન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના આર એન્ડ બી વિભાગ માં આવતો બગીચા પાંચપીર દરગાહ નજીક લાડોલ તરફ જતા રોડ ઉપર પડેલા ખાડા માં આર એન્ડ બી વિભાગે મોટા ખાડા માં મોટા પથરા નાખી પૂરવા માં આવતા આ ખાડા માં બાંધકામ શાખા નિવૃત્ત અઘિકારી એચ.એમ પટેલ ની કાર લાડોલ તરફ જતા પટકાતા કાર ડીવાઇડર સાથે અથડાઈ હતી. જેમાં કારને મોટું નુકશાન થયું હતુ જ્યારે પાલિકાએ બનાવેલો ડીવાઈડર પણ તૂટી ગયો હતો. આ અંગે પાલિકા ના બાંધકામ વિભાગના અરવિંદ ભાઈ પટેલ ને જાણ કરવામાં આવી હતી. બનાવ ને પગલે સ્ટેટ આર એન્ડ બી વિભાગ ના મુખ્ય અઘિકારી સચિન ભાઈ ને જાણ કરવા માં આવતા તેઓ જણાવ્યું હતીકે હાલ માં વરસાદ ના તાલુકા ના ઘણી જગ્યા ના માર્ગો ઉપર ડામર ના ધોવાણ ના કારણે ખાડા પડી ગયા છે. તેનું પુરાણ કરવાનું કામ ચાલુ છે. જ્યારે નગર પાલિકા એ ના બાંધકામ વિભાગના કર્મચારી એ જણાવ્યું હતું કે શહેર ના કેટલાક જગ્યા પર પડેલા ખાડાઓ ચાલુ દિવસે લોકોની અવર જવર હોવાથી રાત્રીના સમયે પણ ખાડા પૂરવાની કામગીરી ચાલુ છે. જોકે આ અકસ્માત થી નિવૃત્ત અઘિકારી અને કાર માલિક એચ એમ પટેલ ને કોઈ ઇજા થઈ ન હતી. તેઓએ મેકેનીક ને બોલાવી કાર ગેરેજ માં મોકલી આપી હતી. જોકે કાર ની એક્સેલ તેમજ બોયનેટ ના ભાગે મોટું નુકશાન થયું હતું. અહીંના સ્થાનીક રહીશો એ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બગીચા પાંચપીર દરગાહ થી લાડોલ રોડ ઉપર છેલ્લા અઠવાડિયા માં ત્રીજી કાર ખાડા માં પટકાઈ છે જો આર એન્ડ બી વિભાગ દ્વારા ખાડો નહિ પુરાય તો રાત્રી ના સમયે અંધારા ના કારણે મોટો અકસ્માત સર્જાય તેવી સંભાવના ઓ છે. આર એન્ડ બી વિભાગ ખાડો સત્વરે પૂરવા માં આવે તેવી સ્થાનીક લોકો ની માંગ ઉઠી છે. શું આવો બનાવ ચોથી વખત ના બને તે માટે આર એન્ડ બી વિભાગ જાગશે ખરી કે પછી મોટો અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે.